બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / બે માસૂમ સંતાનો સહિત પતિને પડતો મૂકી મહિલા ભત્રીજા સાથે ફરાર, કરી હર્ષ સંઘવીને વિનંતી
Last Updated: 04:11 PM, 20 July 2026
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો પારિવારિક મામલો સામે આવ્યો છે. પરિવારની એક મહિલા પોતાના ભત્રીજા સાથે ઘર છોડીને જતી રહી હોવાનો આરોપ છે. આ ઘટનાના પગલે પીડિત પતિએ સમાજમાં બદનામી અને માનસિક તણાવને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
દોસ્તીની આડમાં ઘરમાં ઘૂસી પ્રેમજાળમાં ફસાવ્યા
પીડિત પતિ પંકજ ચૌહાણના જણાવ્યા અનુસાર, તેમના ભત્રીજા શંકરે મિત્રતાના બહાને ઘરમાં અવરજવર વધારી અને ત્યારબાદ તેમની પત્નીને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. પતિનો આક્ષેપ છે કે મહિલા ઘર છોડતી વખતે રોકડ રકમ તેમજ ચાર જોડી સોનાની બુટ્ટી પણ સાથે લઈ ગઈ છે.
ADVERTISEMENT
બે માસૂમ સંતાનો અને પતિને છોડી ફોઈ ભાગી ગયા
ADVERTISEMENT
આ ઘટનાને કારણે બે નાના બાળકો માતાના સ્નેહથી વંચિત બન્યા હોવાનું પરિવારનું કહેવું છે. પતિએ જણાવ્યું કે પરિવાર તૂટી જવાથી તેઓ ભારે માનસિક આઘાતમાં છે અને બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે.
પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા
ADVERTISEMENT
પીડિતે અઠવા પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ, ફરિયાદ નોંધાવ્યા બાદ પણ છેલ્લા 25 દિવસથી તેમને માત્ર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે પોલીસ કમિશનર કચેરીમાંથી સૂચના મળ્યા બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
રતાંધળાપણું ધરાવતા ગરીબ પતિની કરુણ આજીજી
ADVERTISEMENT
પંકજ ચૌહાણે જણાવ્યું કે તેઓ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે અને દૃષ્ટિ સંબંધિત તકલીફથી પણ પીડાય છે. તેમ છતાં તેઓ પોતાના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને પત્નીને પરત સ્વીકારવા તૈયાર હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પણ ભૂતિયા સ્કૂલોનું નેટવર્ક? એક મંજૂરી પર અનેક સ્કૂલો ચાલતી હોવાની તપાસ શરૂ
ADVERTISEMENT
બાળકો માટે પત્નીને પાછી અપનાવવા તૈયાર છુંઃ પતિ
આ મામલે પોલીસનું સત્તાવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી. પતિ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.