બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પણ ભૂતિયા સ્કૂલોનું નેટવર્ક? એક મંજૂરી પર અનેક સ્કૂલો ચાલતી હોવાની તપાસ શરૂ
Last Updated: 03:09 PM, 20 July 2026
માન્યતા પર બીજી સ્કૂલ ચલાવવાના વિવાદ બાદ હવે અમદાવાદમાં પણ આવી જ ગેરરીતિઓ સામે આવ્યાની ચર્ચા -જોર પકડી રહી છે. શહેરના કેટલાક ખાનગી શાળા સંચાલકો એક શાળાની માન્યતાનો ઉપયોગ કરીને અન્ય સ્થળે અથવા અન્ય નામે શાળા ચલાવતા હોવાની ફરિયાદો જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) કચેરી સુધી પહોંચી -હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શિક્ષણ વિભાગનાં સૂત્રોના -ણાવ્યા મુજબ અમદાવાદના ટલાક વિસ્તારોનાં રહેણાક નલ્ડિંગોમાં ધમધમતી શાળાઓ કરવામાં આવી રહી છે. ફરિયાદોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી અધૂરી ફાયર સેફટી અને બિલ્ડિંગ મંજુરી તેમજ એક સંસ્થાની મંજૂરી હેઠળ બીજી શાળા ચલાવવાના મુદ્દે પ્રાથમિક માહિતી એકત્રિત હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
સૂત્રો મુજબ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ, ફી વસૂલાત અને દૈનિક શિક્ષણ એક નામથી ચાલે છે, જ્યારે સરકારી રેકોર્ડમાં માન્યતા અન્ય સંસ્થા અથવા કેમ્પસના નામે નોંધાયેલી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જો તપાસ દરમિવાન આક્ષેપો સાચા સાબિત થશે તો સંબંધિત સંચાલકો સામે માન્યતા રદ કરવા સહિતની કડક કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 50% સુધી ઉછાળો, કોથમીર રૂ.150 પ્રતિ કિલો પહોંચ્યું
ADVERTISEMENT
આવી ગેરરીતિ સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને પહોંચાડી શકે છે, કારણ કે માન્યતા, બોર્ડ નોંધણી, પરીક્ષા અને શાળા છોડ્યાના પ્રમાણપત્ર (એલસી) જેવા મુદ્દાઓ પર ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. રાજકોટમાં તાજેતરમાં સામે આવેલા વિવાદ બાદ અમદાવાદમાં પણ ખાનગી શાળાઓની માન્યતા, ફાયર એનઓસી, બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન અને રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) ના નિયમોના પાલનની વ્યાપક તપાસની માગ ઊઠી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.