બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 50% સુધી ઉછાળો, કોથમીર રૂ.150 પ્રતિ કિલો પહોંચ્યું
Last Updated: 02:44 PM, 20 July 2026
હવે અમદાવાદના રસોડા સુધી પહોંચી ગઈ છે. શહેરના હોલસેલ અને રિટેલ શાકમાર્કેટમાં લીલાં શાકભાજીના ભાવમાં -સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ઝટકો કોથમીરના ભાવમાં લાગ્યો છે, જે કેટલાંક બજારમાં રૂ.૧૫૦ પ્રતિકિલો = તેથી વધુ સુધી પહોંચી ગયો છે. અન્ય અનેક શાકભાજીના હોલસેલ ભાવમાં પણ Sલ્લા કેટલાક દિવસોમાં ૩૦થી ૫૦ કા સુધીનો વધારો નોંધાતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમદાવાદના જમાલપુર અને વાસણા હિતના મુખ્ય શાકમાર્કેટમાં વેપારીઓના જણાવ્યા અનુસાર વરસાદ મોડો પડવા ઉપરાંત ખેતીવાળા વિસ્તારોમાં વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થતાં બજારમાં આવક ઘટી ગઈ છે. માગની સરખામણીએ પુરવઠો ઓછો હોવાથી ભાવ સતત વધી રહ્યા છે. ખાસ કરીને કોથમીર, લીલાં મરચાં, મેથી અને અન્ય લીલાં શાકભાજીમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
વેપારીઓના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી આવતાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં તેની સીધી અસર અમદાવાદનાં બજાર પર પડી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો : ઊનામાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, પંચમહાલમાં 23 શંકાસ્પદ કેસ, 5 બાળકોના મોત
ADVERTISEMENT
ગ્રાહકોનું કહેવું છે કે થોડાં અઠવાડિયાં પહેલાં જે કોથમીર સરળતાથી ખરીદી શકાતી હતી, તે હવે મોંધી બનતાં પણા પરિવારો માત્ર જરૂર પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. લીલાં શાકભાજી ઉપરાંત ટામેટાં, લીલાં મરચાં અને અન્ય દૈનિક વપરાશની વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું માનવું છે છે કે કે વરસાદ નિયમિત થતાં ખેડૂતોના ખેતરોમાંથી ફરી પૂરતો માલ બજારમાં આવવા લાગશે, ત્યારબાદ જ ભાવમાં રાહત મળવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.