બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના હૈદરપુરામાં આતંકી મોહમ્મદ હસનને સાથે રાખી ગુજરાત ATSની તપાસ, ઘરથી મસ્જિદ અને કેનાલ વિસ્તાર સુધી સર્ચ
Last Updated: 10:28 PM, 20 July 2026
પાટણ જિલ્લામાં ઝડપાયેલા શંકાસ્પદ આતંકી મોહમ્મદ હસનને સાથે રાખીને ગુજરાત ATSએ તપાસનો વ્યાપ વધાર્યો છે. તપાસના ભાગરૂપે ATSની ટીમ સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામે પહોંચી હતી, જ્યાં આતંકીની અગાઉની ગતિવિધિઓ અને તેના સંપર્કોની તપાસ કરવામાં આવી.
ADVERTISEMENT

આતંકી ગતિવિધિની તપાસ
ADVERTISEMENT
તપાસ દરમિયાન ATSએ આતંકીને હૈદરપુરાના વિવિધ સ્થળોએ લઈ જઈ તપાસ હાથ ધરી હતી. તેમાં સુન્ની હન્ફી મસ્જિદ અને વક્ફ ટ્રસ્ટ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત, શંકાસ્પદ ગતિવિધિઓ અંગે મળેલી માહિતીના આધારે ગામની બહાર આવેલી કેનાલ વિસ્તારમાં પણ તપાસ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
આતંકીને સાથે રાખીને સર્ચ
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ATS સાથે ચેતક કમાન્ડોની ટીમ, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ જોડાયા હતા. સંવેદનશીલ સ્થળોએ સઘન ચેકિંગ અને જરૂરી પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દાહોદના ફતેપુરાના કરમેલ ગામમાં પુત્રે પિતાની હત્યા, કૌટુંબિક વિવાદ બન્યો જીવલેણ
આતંકીના ઘરે જઈને કરી તપાસ
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસનો મુખ્ય હેતુ મોહમ્મદ હસનની હૈદરપુરામાં થયેલી ગતિવિધિઓ, તેના સંભવિત સંપર્કો તેમજ કોઈ અન્ય વ્યક્તિ કે નેટવર્ક સાથેના સંબંધોની માહિતી મેળવવાનો છે. હાલ ATS દ્વારા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે. અધિકારીઓએ આ મામલે વધુ વિગતો જાહેર કરી નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.