બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CJP પ્રદર્શન બન્યું હિંસક! 118 પોલીસકર્મી ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત

દિલ્હી / CJP પ્રદર્શન બન્યું હિંસક! 118 પોલીસકર્મી ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત

Published By: Nidhi Panchal

Last Updated: 08:14 AM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં CJPના 'ચલો સંસદ' વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં 118 પોલીસકર્મીઓ સહિત 170થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે પોલીસે 70થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે

દિલ્હીમાં CJPના "ચલો સંસદ" વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં 100થી વધુ પોલીસ અધિકારીઓ અને વિરોધીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ અચાનક વધુ વણસી હતી. પોલીસે જણાવ્યું કે વિરોધીઓને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે સ્થળ છોડીને વિખેરાઈ જવા માટે અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમણે પોલીસની સૂચનાઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ, વિસ્તારમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધક આદેશોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

cj

પોલીસ દ્વારા ઉભા કરાયેલા બેરિકેડ તોડવાનો પ્રયાસ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ પોલીસ દ્વારા ઉભા કરાયેલા બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત, પોલીસ પર પથ્થરો અને અન્ય વસ્તુઓ ફેંકવામાં આવી હતી. કેટલાક સ્થળોએ સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને હિંસક વર્તનને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને પણ પ્રભાવિત કરી હતી.

કુલ 118 પોલીસકર્મીઓ ઘાયલ

આ અથડામણમાં કુલ 118 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું દિલ્હી પોલીસે જણાવ્યું છે. ઘાયલ થયેલા અધિકારીઓમાં સ્પેશિયલ સીપી, જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, ડીસીપી, એડિશનલ ડીસીપી અને એસીપી રેન્કના વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણી મહિલા પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થઈ હતી. બીજી તરફ, લગભગ 60 વિરોધીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમામ ઘાયલ પોલીસકર્મીઓ અને અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું

પોલીસે વધુમાં જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન અંદાજે 15થી 20 સરકારી વાહનો તેમજ અન્ય સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાને પગલે અત્યાર સુધીમાં લગભગ 70 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.

તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) તેમજ અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસોમાં રમખાણો, સરકારી કર્મચારી પર હુમલો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું અને અન્ય સંબંધિત ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સિક્કિમ ટનલમાં ભયંકર દુર્ઘટના, ભૂસ્ખલન બાદ 6થી વધુ મજૂરોના મોત, રેસ્ક્યૂ હજુ પણ ચાલુ

દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવી તેની પ્રથમ જવાબદારી છે અને હિંસા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, પોલીસે CJPના "ચલો સંસદ" વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની વિગતવાર તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અથડામણમાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. ઉપરાંત તપાસકર્તાઓ એ પણ તપાસ કરશે કે આ સમગ્ર હિંસા પાછળ કોઈ મોટું કાવતરું અથવા પૂર્વ આયોજન તો નહોતું ને. વિવિધ સ્થળોએથી મળેલી ફરિયાદોના આધારે અનેક FIR નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે 70થી વધુ લોકોની અટકાયત બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Police Delhi Protest CJP Protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ