ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:57 AM, 21 July 2026
ADVERTISEMENT
સિક્કિમના નામચી જિલ્લામાં NHPCના તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હેઠળ નિર્માણાધીન સુરંગમાં મિથેન ગેસના વિસ્ફોટ બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સુરંગની અંદર ભૂસ્ખલન થયું અને સુરંગનો એક ભાગ કાટમાળથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો. આ ઘટનાના કારણે 27થી વધુ કામદારો સુરંગની અંદર ફસાઈ ગયા છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7 કામદારોના મોત થયા છે, જ્યારે બાકીના ફસાયેલા કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

અહેવાલો અનુસાર, સુરંગની અંદર અંદાજે 1.5 કિલોમીટર સુધી ઝેરી મિથેન ગેસ એકઠો થયો હતો. આ ગેસને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક જ ગેસનો વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ સુરંગમાં ભૂસ્ખલન થયું અને મોટાપાયે કાટમાળ એકઠો થઈ ગયો. આ દરમિયાન કેટલાક કામદારો સમયસર બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઘણા કામદારો હજુ પણ સુરંગની અંદર ફસાયેલા છે.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે બચાવ કામગીરી દરમિયાન અનેક પડકારો સામે આવી રહ્યા છે. સુરંગની અંદર ઝેરી મિથેન ગેસનું પ્રમાણ વધુ હોવાથી, ઓક્સિજનની અછત છે અને દૃશ્યતા પણ અત્યંત ઓછી છે. આ ઉપરાંત સુરંગના સાંકડા માર્ગો પણ બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. શરૂઆતમાં બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના ઘણા કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેના કારણે થોડા સમય માટે કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
Namchi, Sikkim: Search and rescue operations are continuing to evacuate the workers trapped inside the under-construction tunnel of the National Hydroelectric Power Corporation Limited (NHPC) Teesta Stage VI Hydroelectric Project at Samardung, Jholungey, under Namchi District.
— ANI (@ANI) July 21, 2026
7… https://t.co/zcmnjxUWGE
હાલમાં NDRF અને ફાયર બ્રિગેડની ટીમો સતત સુરંગની અંદર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બચાવ કામગીરીને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે પશ્ચિમ બંગાળથી ખાસ ગેસ-સુરક્ષા ઉપકરણોથી સજ્જ વિશેષ ટીમને પણ બોલાવવામાં આવી છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે અને ગેસ માસ્ક તેમજ અન્ય રક્ષણાત્મક સાધનોથી સજ્જ બચાવકર્મીઓ સતત કામદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે.
ADVERTISEMENT
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, સુરંગમાં ઝેરી મિથેન ગેસ, સાંકડા માર્ગો અને અત્યંત ઓછી દૃશ્યતાને કારણે બચાવ કામગીરી ખૂબ જ પડકારજનક બની રહી છે. તેમ છતાં તમામ સંબંધિત એજન્સીઓ સંકલન સાથે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. ફસાયેલા કામદારોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.