બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / વડોદરા-ભરૂચ મુસાફરી હવે મોંઘી! ભારતમાલા હાઈવે પર આજથી વધ્યા ટોલના દર, કારથી ટ્રક સુધી નવા દર લાગુ

નિર્ણય / વડોદરા-ભરૂચ મુસાફરી હવે મોંઘી! ભારતમાલા હાઈવે પર આજથી વધ્યા ટોલના દર, કારથી ટ્રક સુધી નવા દર લાગુ

Published By: Priykant Shrimali

Last Updated: 10:54 AM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharat Mala Expressway : વડોદરા-ભરૂચ જવું હવે મોંઘું!, ભારતમાલા હાઈવે પર ટોલમાં 5% વધારો, કાર-વાન ₹5, બસ-ટ્રક ₹20 સુધીનો વધારો

Bharat Mala Expressway : વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી ભરૂચ અને દહેગામ વચ્ચેના ભારતમાલા હાઈવે એટલે કે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે (NE-4) પર આજથી ટોલના નવા દર લાગુ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે વાહનચાલકોએ પહેલા કરતા વધુ ટોલ ચૂકવવો પડશે. કાર અને વાન માટે 5 રૂપિયા, LCV માટે 10 રૂપિયા, બસ અને ટ્રક માટે 20 રૂપિયા જ્યારે થ્રી એક્સલ વાહનો માટે 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ચાર ટોલ પ્લાઝા પરથી પસાર થવું થશે મોંઘું

વડોદરા જિલ્લામાં ભારતમાલા હાઈવે પર ચાર ટોલ પ્લાઝા આવેલા છે. જેમાં:

  • દોડકા
  • ફાજલપુર
  • સમીયાલા
  • સાંપા

આ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે નવા દર અમલમાં આવ્યા છે.

નવા ટોલ દર (રૂપિયામાં)

નવા ટોલ દરમાં વધારો કરવામાં આવ્યો છે. કાર, જીપ અને વાન માટે દોડકા ટોલ પર જૂનો દર રૂ. 205થી વધીને રૂ. 210, ફાજલપુરમાં રૂ. 195થી વધીને રૂ. 200 અને સમીયાલામાં રૂ. 125થી વધીને રૂ. 130 થયો છે, જ્યારે સાંપા ખાતે દર રૂ. 90 જ રહેશે. એલસીવી વાહનો માટે દોડકા ટોલ પર રૂ. 330થી વધીને રૂ. 340, ફાજલપુરમાં રૂ. 310થી વધીને રૂ. 320, સમીયાલામાં રૂ. 205થી વધીને રૂ. 210 અને સાંપામાં રૂ. 110થી વધીને રૂ. 115 કરવામાં આવ્યા છે. બસ અને ટ્રક માટે દોડકા ટોલનો દર રૂ. 665થી વધીને રૂ. 685, ફાજલપુરમાં રૂ. 650થી વધીને રૂ. 670, સમીયાલામાં રૂ. 425થી વધીને રૂ. 440 અને સાંપામાં રૂ. 235થી વધીને રૂ. 240 થયો છે. જ્યારે થ્રી એક્સલ વાહનો માટે દોડકા ટોલ પર રૂ. 635થી વધીને રૂ. 670, ફાજલપુરમાં રૂ. 610થી વધીને રૂ. 635, સમીયાલામાં રૂ. 465થી વધીને રૂ. 480 અને સાંપામાં રૂ. 255થી વધીને રૂ. 265 નવા દર લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : આજથી લઈને છેક 26 જુલાઈ સુધી ગુજરાતમાં મેઘમહેર, આજે અહીં અતિભારે વરસાદની આગાહી

ત્રણ મહિના બાદ ફરી વધ્યા ટોલના દર

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા આ હાઈવે પર ત્રણ મહિના પહેલા જ ટોલના દરમાં 20થી 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વાહનચાલકોને મળેલી આ રાહત હવે થોડા સમય બાદ જ સમાપ્ત થઈ છે અને ફરી 5 ટકાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. NE-4 ભારતમાલા એક્સપ્રેસ વે પર શરૂઆતમાં વાહનો માટે મફત અવરજવર હતી. ત્યારબાદ ઓક્ટોબર 2024થી ટોલ વસૂલાત શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ 2025માં પણ ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં આ એક્સપ્રેસ વે પર વાહનોની સંખ્યા સતત વધી રહી છે અને વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને હવે વધેલા ટોલનો સીધો ખર્ચ સહન કરવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NHAI Toll Rate Vadodara Bharuch Highway Bharat Mala Expressway

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ