ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતની સરકારી શાળાઓમાં થશે પીટી શિક્ષકોની ભરતી, જાણો કેટલા શિક્ષકોની ભરતી થઈ મંજૂર

ગાંધીનગર / ગુજરાતની સરકારી શાળાઓમાં થશે પીટી શિક્ષકોની ભરતી, જાણો કેટલા શિક્ષકોની ભરતી થઈ મંજૂર

Published By: Vishal Khamar

Last Updated: 09:55 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની સરકારી શાળામાં રમતગમતનું સ્તર ઊંચું લાવવા અને વિદ્યાર્થીમાં શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી રાજ્ય સરકારે મહત્ત્વપુર્ણ નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

રાજ્યની સરકારી શાળામાં રમતગમતનું સ્તર ઊંચું લાવવા અને વિદ્યાર્થીમાં શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી રાજ્ય સરકારે મહત્ત્વપુર્ણ નિર્ણય લીધો છે. રાજયભરની ૧,૨૦૦ જેટલી સરકારી શાળામાં વ્યાયામ શિક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે, જે વ્યાયામ શિક્ષકોની લાયકાત, ભરતીના માપદંડો, ફરજો અને અન્ય વહીવટી મુદાઓ પર ચર્ચા કરીને સરકારને ભલામણો કરશે.

આ નિર્ણયથી અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલી અનેક સરકારી શાળાને સીધો લાભ મળવાની શક્યતા છે. હાતમાં અનેક શાળામાં નિયમિત વ્યાયામ શિલકની અછતને કારણે રમતગમતની પ્રવૃત્તિઓ મર્યાદિત રહી છે. નવા શિક્ષકની નિમણૂક બાદ વિદ્યાર્થી નિયમિત શારીરિક તાલીમ, વિવિધ રમતનું વ્યાવસાયિક માર્ગદર્શન અને જિલ્લા-રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે વધુ સારી તૈયારી કરી શકશે.

અમદાવાદની સરકારી શાળામાં છેલ્લાં કેટલાંક વર્ષથી ખેલ મહાકુંભ, જિલ્લા કક્ષાની સ્પર્ધા અને વિવિધ રમતોત્સવમાં વિદ્યાર્થીની ભાગીદારીમાં વધારો થયો છે. જોકે પુરતા વ્યાયામ શિક્ષકના અભાવે પ્રતિભાશાળી વિદ્યાર્થીને સતત તાલીમ આપવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હતી. નવી ભરતીથી આ ખામી દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ત્રણ-ત્રણ વિસ્ફોટ, 32નાં મોત, છતાં ધમધમી રહી છે ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીઓ

શિક્ષણ વિભાગનાં સૂત્ર મુજબ, ભરતી પ્રક્રિયામાં માત્ર શૈક્ષણિક લાયકાત જ નહી પરંતુ રમતગમત ક્ષેત્રનો અનુભવ, તાલીમ અને જરૂરી વ્યાવસાયિક કૌશલ્ય જેવા મુદ્દાને પણ મહત્ત્વ આપવામાં આવશે. સમિતિ વિવિધ રાજ્યની ભરતી પદ્ધતિ અને વર્તમાન જરૂરિયાતનો અભ્યાસ કરીને અંતિમ માળખું તૈયાર કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Education Gujarat Gujarat government schools Physical Education Teacher Recruitment

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ