ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ત્રણ-ત્રણ વિસ્ફોટ, 32નાં મોત, છતાં ધમધમી રહી છે ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીઓ

સિસ્ટમની ખામી / ત્રણ-ત્રણ વિસ્ફોટ, 32નાં મોત, છતાં ધમધમી રહી છે ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીઓ

Published By: Vishal Khamar

Last Updated: 08:36 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા ૧૬ મહિનામાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં થયેલા ત્રણ મોટા વિસ્ફોટોમાં કુલ ૩૨ લોકોનાં મોત થયા છે.

ADVERTISEMENT

ગુજરાતમાં છેલ્લા ૧૬ મહિનામાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં થયેલા ત્રણ મોટા વિસ્ફોટોમાં કુલ ૩૨ લોકોનાં મોત થયા છે. આ ઘટનાઓએ ગેરકાયદે ફટાકડા યુનિટ ચલાવતા અને અગાઉના કેસોમાં સંડોવાયેલા આરોપીઓની વોચ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

૧૮ જુલાઈએ અમદાવાદના રામોલમાં બની

તાજેતરની ઘટના ૧૮ જુલાઈએ અમદાવાદના રામોલમાં બની હતી. ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયાં હતાં, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે થાયલ થયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ કેસનો મુખ્ય આરોપી સાદિક સૈયદ અગાઉ કપડવંજમાં થયેલા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટના કેસમાં પણ આરોપી હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

કપડવંજ કેસ બાદ સાદિક ફરાર થઈ ગયો હતો

કપડવંજ કેસ બાદ સાદિક ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે રમીલા ડોડિયા તથા મેહુલ ડોડિયા સાથે મળીને રામોલમાં ફટાકડાનું યુનિટ શરૂ કર્યું હતું. રેકોર્ડ મુજબ રામોલની ફેક્ટરી વિસ્ફોટના લગભગ ૨૦ દિવસ પહેલાંથી કાર્યરત હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ભારે વરસાદની આગાહી, મનપા તંત્ર એલર્ટ, લોકોને સાવચેતી રાખવા અપીલ

ડીસા વિસ્ફોટે પણ ઉઠાવ્યા હતા સવાલ

એપ્રિલ-૨૦૨૫માં બનાસકાંઠાના ડીસામાં થયેલા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં મધ્યપ્રદેશથી આવેલા ૨૧ કામદારોનાં મોત થયાં હતાં. આ કેસમાં દીપક મોહનાની અને તેના પુત્ર ખૂબચંદ મોહનાની પર આરોપ લાગ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે દીપકને હરદા (મધ્યપ્રદેશ) ફટાકડા વિસ્ફોટ કેસની પણ જાણકારી હતી અને અગાઉ જુગારના કેસમાં ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમ છતાં તેની પ્રવૃત્તિઓની વિગતવાર તપાસ ન થતાં તે ફરી ગેરકાયદે ફટાકડાનો ધંધો ચલાવતો રહ્યો અને ડીસા જેવી મોટી દુર્ઘટના સર્જાઇ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ramol explosion illegal firecracker units Gujarat Gujarat firecracker factory blast

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ