બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Apple Watch માં પેટન્ટ ચોરી મામલે ₹5,400 કરોડનો દંડ યથાવત, કંપનીની અપીલ કોર્ટે ફગાવી

photo-story

5 ફોટો ગેલેરી

ફટકો / Apple Watch માં પેટન્ટ ચોરી મામલે ₹5,400 કરોડનો દંડ યથાવત, કંપનીની અપીલ કોર્ટે ફગાવી

Last Updated: 08:26 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેક દિગ્ગજ એપલ (Apple) ને અમેરિકાની કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. એપલ વોચના બ્લડ ઓક્સિજન અને હેલ્થ મોનિટરિંગ ફીચરમાં પેટન્ટ ઉલ્લંઘન મામલે કોર્ટે એપલની અપીલ ફગાવી દઈને 634 મિલિયન ડોલર (આશરે ₹5,400 કરોડ) નો દંડ યથાવત રાખ્યો છે.

1/5

photoStories-logo

1. Apple Watch માં પેટન્ટ ચોરી મામલે ₹5,400 કરોડનો દંડ યથાવત, કંપનીની અપીલ કોર્ટે ફગાવી

વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાં સ્થાન ધરાવતી એપલ (Apple) ને અમેરિકાની જિલ્લા અદાલત તરફથી મોટો કાનૂની આંચકો લાગ્યો છે. કોર્ટે એપલની તે અરજીને ફગાવી દીધી છે જેમાં કંપનીએ 634 મિલિયન ડોલર (આશરે ₹5,400 કરોડ) ના નુકસાન અંકિત કરતા ચુકાદાને રદ કરવાની માંગ કરી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જૂના ચુકાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને નવી ટ્રાયલ યોજવાની માંગ પણ મંજૂર કરવામાં આવશે નહીં. આ વિવાદ મેડિકલ ટેકનોલોજી કંપની માસિમો (Masimo) અને એપલ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી કાનૂની લડાઈનો ભાગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શું છે સમગ્ર મામલો?

માસિમો (Masimo) નામની હેલ્થ ટેક કંપનીએ વર્ષ 2020 માં એપલ સામે કેસ નોંધાવ્યો હતો. કંપનીનો આરોપ હતો કે એપલે તેની પેટન્ટ કરાવેલી ટેકનોલોજીનો ગેરકાયદેસર ઉપયોગ Apple Watch માં કર્યો છે. ખાસ કરીને આ વિવાદ બ્લડ ઓક્સિજન સેન્સર, હાર્ટ રેટ મોનિટરિંગ અને હેલ્થ નોટિફિકેશન સાથે જોડાયેલી ટેકનોલોજીને લઈને છે. લાંબી સુનાવણી બાદ નવેમ્બર 2025 માં જ્યુરીએ Masimo ના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને એપલને 634 મિલિયન ડોલરનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ચુકાદા બાદ એપલે કોર્ટમાં દલીલ કરી હતી કે જ્યુરીએ પેટન્ટની વ્યાખ્યા ખોટી કરી છે અને કાનૂની ભૂલો થઈ છે, તેથી ચુકાદો રદ કરીને નવી સુનાવણી થવી જોઈએ. જોકે, અમેરિકી અદાલતે એપલની બંને દલીલો ફગાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ભૂતકાળમાં પણ લાગ્યો હતો વેચાણ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 માં અમેરિકાના ઈન્ટરનેશનલ ટ્રેડ કમિશન (ITC) એ પણ પેટન્ટ વિવાદના કારણે કેટલાક Apple Watch મોડેલોના વેચાણ અને આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે એપલે અમેરિકી બજારમાં બ્લડ ઓક્સિજન ફીચર વગરના મોડેલો વેચવાનું શરૂ કર્યું હતું અને પાછળથી ફીચરમાં ફેરફારો પણ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શું એપલ આગળ અપીલ કરી શકે છે?

હા. એપલે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે આ નિર્ણયથી સહમત નથી અને ઉપલી અદાલતમાં અપીલ કરશે. એપલનો તર્ક છે કે જે પેટન્ટ અંગે વિવાદ છે તેની અવધિ વર્ષ 2022 માં જ પૂરી થઈ ચૂકી છે અને Masimo ની કેટલીક અન્ય પેટન્ટ્સ પહેલાથી જ અમાન્ય જાહેર થઈ ગઈ છે. જોકે, હાલમાં જિલ્લા અદાલતે એપલને કોઈ રાહત આપી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ગ્રાહકો પર આ નિર્ણયની શું અસર પડશે?

હાલમાં આ કાનૂની નિર્ણયની સીધી અસર એપલ વોચ વાપરતા સામાન્ય ગ્રાહકો પર પડશે નહીં. જે દેશોમાં બ્લડ ઓક્સિજન ફીચર પહેલાથી ઉપલબ્ધ છે ત્યાં સ્થિતિ પહેલા જેવી જ રહેશે. પરંતુ અમેરિકામાં પેટન્ટ વિવાદના કારણે એપલે અગાઉ પણ ફેરફારો કરવા પડ્યા હતા, તેથી જો આગળની કાનૂની લડાઈમાં નવા આદેશો આવે તો ભવિષ્યના Apple Watch મોડેલો પર તેની અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AppleWatch PatentInfringement Masimo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ