બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તમારા બાળકને વાહન આપતા પહેલાં ચેતી જજો, લાઇસન્સ નહીં હોય તો થશે આ કાર્યવાહી

અમદાવાદ / તમારા બાળકને વાહન આપતા પહેલાં ચેતી જજો, લાઇસન્સ નહીં હોય તો થશે આ કાર્યવાહી

Published By: Vishal Khamar

Last Updated: 06:31 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં સગીર વિદ્યાર્થીઓ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં સગીર વિદ્યાર્થીઓ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. નવા અમલ મુજબ જો કોઈ વિદ્યાર્થી લાઇસન્સ વિના સ્કૂટર, બાઈક અથવા અન્ય વાહન લઈને શાળામાં આવતો ઝડપાશે તો તેનું વાહન તાત્કાલિક જપ્ત કરવામાં આવશે ત્યાર બાદ વાલીઓને પોલીસ સ્ટેશન અથવા નિયત સ્થળે બોલાવી જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ વાહન પરત સોંપવામાં આવશે.

ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર અનેક વિદ્યાર્થીઓ રોજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને વાહન લઈને શાળાએ આવે છે. આવા વિદ્યાર્થીઓ સામે માત્ર : દંડ જ નહીં, પરંતુ જરૂરી જણાય ત્યાં કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ ચલામતી અંગે જાગૃતિ લાવવાનો અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે.

પોલીસે શાળા સંચાલકોને પણ કેમ્પસમાં લાઇસન્સ વિના વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ પર નજર રાખવા તેમજ તેમના વાલીઓને અગાઉથી જાગૃત કરવાની અપીલ કરી છે, સાથે જ વાલીઓને પણ સગીર સંતાનોને વાહન ચલાવવા ન આપવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ વાલી જાણતા હોવા છતાં સગીર સંતાનને વાહન ચલાવવા આપે તો સંબંધિત કાયદા મુજબ તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

આગામી દિવસોમાં શહેરની વિવિધ શાળાઓ બહાર અને આસપાસ ટ્રાફિક પોલીસનું વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે પોલીસની ટીમો ડ્રાઇવિંગ લાઇસન્સ, હેલ્મેટ સહિત અન્ય ટ્રાફિક નિયમોના પાલનની તપાસ કરશે. નિયમભંગ કરનાર વિદ્યાર્થીઓનાં વાહનો જપ્ત કરવામાં આવશે, વાલીઓને બોલાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ લો બોલો! ધારાસભ્યએ હપ્તા ના ભર્યા, રસ્તા વચ્ચે MLA લખેલી ગાડી રોકાવી

ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી. પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Minor Driving Ahmedabad Traffic Police Driving Without License

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ