બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, નાગરિકોને કરી આ અપીલ

પેટા ચૂંટણી 2026 / માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, નાગરિકોને કરી આ અપીલ

Published By: Vishal Khamar

Last Updated: 05:00 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી જવા પામ્યું છે. સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડોદરા શહેરની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. મતદારો નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી

ચૂંટણીને ધ્યાનમાં રાખીને તરસાલી વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.આ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને મુખ્ય માર્ગો, જાહેર સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન દેખરેખ રાખવામાં આવી હતી. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવાનો રહ્યો.

સ્થાનિક નાગરિકોએ સહયોગ આપવા પોલીસની અપીલ

પોલીસ અધિકારીઓએ સ્થાનિક નાગરિકોને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે અનિચ્છનીય ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવા અનુરોધ કર્યો છે.

પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અશાંતિ સર્જાય નહીં તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ વધારાનો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પોલીસ તંત્રના જણાવ્યા મુજબ, પેટા ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર માંજલપુર વિધાનસભા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને સઘન પેટ્રોલિંગ યથાવત રાખવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને નિર્ભય વાતાવરણમાં સંપન્ન થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Police Vadodara Manjalpur By-Election Manjalpur Assembly By-Election 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ