બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભયનો માહોલ / જૂનાગઢના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Published By: Vishal Khamar

Last Updated: 04:11 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના જાંબુડી ગામમાં દીપડાએ મધરાતે વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. વૃદ્ધાને પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના જાંબુડી ગામમાં મધરાતે દીપડાએ એક વૃદ્ધા પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હુમલામાં વૃદ્ધા ડાહીબેન વાળાને માથા, પીઠ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાથમિક સારવાર બાદ વૃદ્ધાને જૂનાગઢ સિવિલમાં ખસેડાયા

મળતી માહિતી મુજબ, મધરાતના સમયે દીપડો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો હતો અને અચાનક ડાહીબેન વાળા પર હુમલો કર્યો હતો. વૃદ્ધાના બૂમાબૂમ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનોનો હોબાળો થતાં દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ઈજાગ્રસ્ત વૃદ્ધાને પ્રથમ સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

લોકોમાં ભારે ભયનો માહોલ

ઘટનાને પગલે જાંબુડી ગામમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.

આ પણ વાંચોઃ પોર્ટ પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ, ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘો બોલાવશે ધબધબાટી

વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. ગામલોકોએ રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Leopard attack Junagadh Junagadh news Jambudi village leopard attack

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ