બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોર્ટ પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ, ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘો બોલાવશે ધબધબાટી

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / પોર્ટ પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ, ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘો બોલાવશે ધબધબાટી

Last Updated: 02:59 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

1/6

photoStories-logo

1. આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ એકસાથે ચાર અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ એમ કુલ ચાર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વિસ્તારોમાં ભારે વરસાદ

આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ

હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આગામી 5 દિવસ દરમિયાન થન્ડર સ્ટોર્મની પણ આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરી છે. ગાજવીજ સાથે વરસાદ અને પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અથવા વીજ થાંભલાઓની નજીક ઊભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે. વરસાદી માહોલને કારણે વાહનચાલકોને પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વિશેષ ચેતવણી

દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વિશેષ ચેતવણી જાહેર કરી છે. દરિયામાં હવામાન ખરાબ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે વિવિધ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયામાં ન જવા અને પહેલાથી દરિયામાં રહેલા માછીમારોને સલામત સ્થળે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અત્યાર સુધી કુલ 201.9 મીલીમીટર વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી કુલ 201.9 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 285.8 મીલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં હાલમાં 29 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી 7 દિવસ દરમિયાન સક્રિય થયેલી ચાર હવામાન પ્રણાલીઓના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, જેના કારણે વરસાદની ઘટમાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે લોકોને સત્તાવાર આગાહી પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Red Alert Gujarat Rain Forecast IMD Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ