ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:15 PM, 22 July 2026
ADVERTISEMENT
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી. સાથે જ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી અંગે ચર્ચા કરાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ દરમિયાન સ્પીકરે કોંગ્રેસ અને ભાજપના સભ્યોને બોલવાની તક આપતા અખિલેશ યાદવ નારાજ થયા હતા. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પક્ષનો નહીં પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોનો મુદ્દો છે.
ADVERTISEMENT
અખિલેશ યાદવે કહ્યું કે સ્પીકરે માત્ર કોંગ્રેસ અને ભાજપને બોલવાની તક આપી છે, જ્યારે અન્ય પક્ષોને અવગણવામાં આવ્યા છે. તેમણે સવાલ કર્યો કે શું આ મુદ્દે પહેલેથી કોઈ સમજૂતી થઈ ગઈ છે. તેમના મતે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દે દરેક પક્ષને પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ.
ADVERTISEMENT
સપા પ્રમુખે જણાવ્યું કે NEET પેપર લીકનો મુદ્દો કોઈ એક પક્ષનો નથી. આ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. તેમણે ચેતવણી આપી કે જો વિદ્યાર્થીઓની વાત નહીં સાંભળવામાં આવે તો લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બનશે.
ADVERTISEMENT
અખિલેશ યાદવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ફરી દોહરાવી હતી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલી ગેરરીતિ માટે જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે દાવો કર્યો કે જો સંસદમાં જવાબ નહીં મળે તો જનતા બહાર પણ જવાબ માંગશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ CJPના સમર્થકો પર પોલીસ કાર્યવાહી મુદ્દે સંસદમાં હોબાળો, સાંસદે કહ્યું ''શિક્ષણ મંત્રી રાજીનામું આપે''
ADVERTISEMENT
વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને પણ અખિલેશ યાદવે સરકારને ઘેરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ અને નેતાઓ સાથે થયેલા વર્તન અંગે સરકારે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.
ADVERTISEMENT
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે સરકાર NEET પેપર લીક મુદ્દે ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે જણાવ્યું કે લોકસભાના સ્પીકર તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને ચર્ચાનો સમય અને નિયમો નક્કી કરશે. સરકાર ઇચ્છે છે કે યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT