બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / CJPના સમર્થકો પર પોલીસ કાર્યવાહી મુદ્દે સંસદમાં હોબાળો, સાંસદે કહ્યું ''શિક્ષણ મંત્રી રાજીનામું આપે''
Last Updated: 01:41 PM, 22 July 2026
આ મુદ્દે વિપક્ષી પક્ષોએ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ફરી એકવાર દોહરાવી. સતત વિરોધના કારણે બંને ગૃહોની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવી પડી હતી.
ADVERTISEMENT
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં જણાવ્યું કે આ કોઈ રાજકીય પક્ષનો નહીં પરંતુ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોનો મુદ્દો છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. તેમણે સવાલ કર્યો કે વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
VIDEO | Speaking in the Lok Sabha, Samajwadi Party MP Akhilesh Yadav, says, "This is not an issue of Congress, Samajwadi Party, BJP... this is an issue of students, youths. The way government has behaved... students were thrashed. We were compelled to hold protest outside the… pic.twitter.com/EoCQUtFAoG
— Press Trust of India (@PTI_News) July 22, 2026
ADVERTISEMENT
કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે લોકસભામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિપક્ષની મુખ્ય માગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. તેમણે જણાવ્યું કે NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને સરકાર સંતોષકારક જવાબ આપી શકી નથી.
ADVERTISEMENT
વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે સરકાર છેલ્લા ઘણા દિવસોથી NEET પેપર લીક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે નિયમો મુજબ ચર્ચા થાય તો શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોને અસર કરતા તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ શકે છે.
VIDEO | Speaking in the Lok Sabha, Congress MP KC Venugopal, says, "Our demand is very clear. Education Minister should resign."
— Press Trust of India (@PTI_News) July 22, 2026
Responding to this, Minister of Parliamentary Affairs Kiren Rijiju, says, "We have been offering from the government's side for last three days that… pic.twitter.com/KpD7aGXFYS
ADVERTISEMENT
રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી, પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગને લઈને વિપક્ષ સતત વિરોધ નોંધાવી રહ્યો છે. સંસદ પરિસરમાં પણ વિરોધના સૂરો સાંભળવા મળ્યા હતા.
ADVERTISEMENT
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે વિદ્યાર્થીઓના મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પરીક્ષાઓ સંબંધિત મુશ્કેલીઓ દરેક વિદ્યાર્થીને થઈ શકે છે અને તેના આધારે રાજકીય પ્રદર્શન કરવું યોગ્ય નથી. તેમણે કોંગ્રેસના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચોઃ હવે કાળા કપડાં પહેરીને સાંસદો પહોંચ્યા પાર્લામેન્ટ, કમાન રાહુલ-પ્રિયંકા-અખિલેશના હાથમાં
સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી પ્રથમ સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં ફરી બેઠક શરૂ થઈ પરંતુ વિરોધ યથાવત રહેતા તેને ફરી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવી પડી હતી. રાજ્યસભાની કામગીરી પણ હોબાળાના કારણે નિર્ધારિત સમય સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.