બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:42 PM, 22 July 2026
Rohtak Farmers Protest: હરિયાણાના રોહતકમાં ખેડૂતો ભારત-અમેરિકા વચ્ચે થનાર વેપાર કરાર સામે રસ્તા પર ઉતર્યા છે. અમેરિકા-ભારત વચ્ચે થનારી ટ્રેડ ડીલના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાના સભ્યોએ પ્રદર્શન કરી ભાજપ કાર્યાલય પર પહોચી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂતળા સળગાવ્યા હતા. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો કોઈ વેપાર કરાર થશે તો ભવિષ્યમાં તેનો પણ હિસાબ કરવામાં આવશે.
ADVERTISEMENT
ભાજપ કાર્યાલયની બહાર પુતળા સળગાવ્યા
સંયુક્ત કિસાન મોરચાના સભ્યોએ રાજીવ ગાંધી સ્ટેડિયમની બહાર પ્રદર્શન શરૂ કર્યુ હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ભાજપ કાર્યાલય તરફ આગળ વધ્યા. પોલીસે ભાજપ કાર્યાલયને બેરિકેડ કરી દીધો, ત્યારબાદ તેમણે તહસીલદારને આવેદનપત્ર સુપરત કર્યું અને સરકારનું પુતળા સળગાવ્યા. ખેડૂત નેતા ઈન્દ્રજીતસિંહે કહ્યું કે અમેરિકા ભારતીય ખેતીને બરબાદ કરી દેશે. ભારત સરકારે આ બંધ કરવું જોઈએ.
ADVERTISEMENT
અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય નેતા ઈન્દ્રજીત સિંહે કહ્યું કે આજે ખેતીપાક અને તેની નસ્લને બચાવવાની લડાઈ છે. ખેડૂતોએ 2020-21 માં પણ સરકાર સામે લડત આપી હતી. હવે પાક પર ફરી ખતરો મંડરાઇ રહ્યો છે. ભાજપ સરકાર પાક અને ખેતી અમેરિકાને સોંપવા માંગે છે, જે સહન કરવામાં આવશે નહીં.
ભાજપ શિક્ષણ કોર્પોરેટને સોંપી રહી છે.
ADVERTISEMENT
ઈન્દ્રજીત સિંહે કહ્યું કે જંતર મંતર પર યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર બાળકોનું શિક્ષણ અને પરીક્ષાનો અધિકાર કોર્પોરેટને સોંપવા માંગે છે, જેના વિરોધમાં અમે ભાજપ કાર્યાલય પર વિરોધ કરી રહ્યા છીએ. પોલીસને લાગે છે કે તેઓ બેરિકેડ ઉભા કરીને અમને રોકી લેશે, પરંતુ જ્યારે અમિત શાહે બેરિકેડ હટાવ્યા, તો આમને ઓકાત શું છે?

ADVERTISEMENT
આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ
પોતાના કાર્યોથી ડરતી સરકાર
ADVERTISEMENT
ઈન્દ્રજીત સિંહે કહ્યું કે ભાજપ સરકાર પોતાની કરતુતોથી ડરેલી છે. ખેડૂતો અને મજૂરોના દીકરા-દીકરીઓથી ડરેલી સરકાર ક્યાં સુધી શાસન કરશે? તેમને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. જો ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે, તો તેનો હિસાબ લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.