બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આંતકીએ અનંતનાગમાં ભરી બજારમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પોલીસકર્મીને મારી ગોળી, ઘટના CCTV માં કેદ!

નેશનલ / આંતકીએ અનંતનાગમાં ભરી બજારમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પોલીસકર્મીને મારી ગોળી, ઘટના CCTV માં કેદ!

Published By: Pravin Joshi

Last Updated: 06:02 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં એક અત્યંત દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં બુધવારે વ્યસ્ત બજારમાં આતંકવાદીઓએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કર્યો હતો. જેમાં 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી શહીદ થયા છે. આ સમગ્ર હુમલો બજારના CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે.

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક હૃદયકંપાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. બુધવારના રોજ ભરબપોરે અનંતનાગના એક અત્યંત વ્યસ્ત બજારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસ ટુકડી પર અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ સમગ્ર કાયરતાપૂર્ણ હુમલો સ્થળ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે.

પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કરાયો હુમલો

CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આતંકવાદીએ અગાઉથી જ ઘાત લગાવીને પોલીસ ટુકડી પર હુમલો કર્યો હતો. બુધવારે બપોરે આશરે 12:30 વાગ્યે અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આ ગોળીબાર થયો હતો. આ સ્થળે અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ ટુકડીને તૈનાત કરવામાં આવી હતી. આતંકવાદીએ ખૂબ નજીકથી (પોઈન્ટ બ્લેન્ક રેન્જથી) હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન પર ગોળીઓ ચલાવી હતી. ગોળી વાગતાની સાથે જ આશિક હુસૈન લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

TRF એ લીધી હુમલાની જવાબદારી

પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જણાવ્યું કે આતંકવાદી પાસે અસોલ્ટ રાઈફલ હતી અને તેની દ્વારા કરાયેલા ગોળીબારમાં 2 ગોળીઓ નજીકની એક દુકાનમાં પણ વાગી હતી. આ કાયરતાપૂર્ણ આતંકી હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લીધી છે. હુમલાની ઘટના બાદ તુરંત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સંદર્ભે પૂછપરછ માટે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાના કારણે અનંતનાગ શહેરમાં અગાઉથી જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે, ખરાબ હવામાનના કારણે છેલ્લા 4 દિવસથી અમરનાથ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AnantnagAttack JammuKashmir TerrorAttack

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ