બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / જંતર-મંતરમાં ચાલી રહેલા આંદોલનની આગ ગુજરાત સુધી પહોંચી, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં થયો વિરોધ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:14 PM, 22 July 2026
1/5
અમદાવાદમાં ભાજપના વિરોધ કાર્યક્રમને પગલે પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાર્યાલય બહાર ક્રાઈમ બ્રાન્ચ, એસઆરપી અને સ્થાનિક પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસે કોંગ્રેસ કાર્યાલયના મુખ્ય ગેટ બંધ કરાવ્યા છે અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરોને હાલ કાર્યાલયની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તાર પર કડક નજર રાખવામાં આવી રહી છે.
2/5
અમદાવાદમાં NEET પરીક્ષા મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ દરમિયાન પોલીસે સ્થિતિ પર નિયંત્રણ જાળવવા માટે પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. ઘટનાસ્થળે કોંગ્રેસના કાર્યકર્તાઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, જેના કારણે વિસ્તારમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
3/5
અમદાવાદમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વિરોધ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાનપુર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરના 14 પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનપુર વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો છે. વિરોધ કાર્યક્રમ પહેલાં અંદાજે 400 પોલીસકર્મીઓને ફરજ પર મુકવાની તૈયારી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 400 પોલીસકર્મીઓને તૈનાત કરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
4/5
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનના પડઘા વડોદરામાં પણ સંભળાયા હતા. શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ વિવિધ મુદ્દાઓને લઈને રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા સ્થિતિ તંગ બની હતી. બાદમાં પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વિરોધ કરી રહેલા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
5/5
દિલ્લીના રાજકારણની ગરમી ગુજરાત સુધી પહોંચી છે. કોંગ્રેસના દિલ્લીમાં વડાપ્રધાન આવાસ બહારના વિરોધ પ્રદર્શનના જવાબમાં ભાજપે અમદાવાદમાં પલટવાર કર્યો છે. અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન બહાર ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પહોંચેલા ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હસ્તક્ષેપ કરી કેટલાક ભાજપ કાર્યકરોની અટકાયત કરી હતી. દિલ્લીના રાજકીય ઘર્ષણની અસર હવે ગુજરાતના રાજકીય મેદાનમાં પણ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ