બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દેશભરમાં વરસાદી આફત, આસામમાં પૂર, જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન, કેટલાય રાજ્યોમાં વધ્યો ખતરો
6 ફોટો ગેલેરી
Last Updated: 06:40 PM, 25 July 2026
1/6
આ વર્ષે ચોમાસાના વરસાદે દેશના અનેક વિસ્તારોમાં ભારે હાહાકાર મચાવ્યો છે. જેમાં અસમ, જમ્મુ-કશ્મીર અને નાગાલેન્ડમાં સતત જોરદાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અસમમાં બ્રહ્મપુત્ર નદી તેની સહાયક નદીઓ સાથે ઉફાન મારી રહી છે, જ્યારે જમ્મુ-કશ્મીરના પહાડી વિસ્તારોમાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
2/6
આ કુદરતી આફતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો પરિવારો વિસ્થાપિત થયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. સતત વરસાદથી અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, પુલોને નુકસાન થયું છે અને વીજળી તેમજ મોબાઇલ સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ છે. અનેક ગામોનો બીજા વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.
3/6
અસમ હાલમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં પૂરમાં અત્યાર સુધીમાં 41લોકોના મોત થયા છે અને આશરે 6.53 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. હજારો લોકોને તેમના ઘર છોડીને રાહત કેમ્પમાં આશરો લેવો પડ્યો છે. જેમાં શિવસાગર, ચરાઇદેવ, ગોલાઘાટ અને જોરહટ જિલ્લાઓમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ જિલ્લાઓના 939 ગામો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. અને 24હજાર હેક્ટરથી વધુ જમીન પર પાક પર અસર પડી છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની આશંકા છે.
4/6
જમ્મુ-કશ્મીરમાં સતત વરસાદને લીધે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યા છે. જેમાં 20 જુલાઈના રોજ પુંછ જિલ્લામાં સૌથી મોટી દુર્ઘટના બની, જ્યાં એક જ કુટુંબના 7 સભ્યો (બે નાના બાળકો સહિત)ના મોત થયા. જેમાં આખા રાજ્યમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. તેમાં પુંછ અને રાજૌરી જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. તો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બીજા દિવસે પણ બંધ રહ્યો છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ