બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વિજયની ફિલ્મ "જન નેતા" થઇ રિલીઝ, સીન કપાતા ધ્રુસકે ધ્રુસકે રડી એક્ટ્રેસ

મનોરંજન / વિજયની ફિલ્મ "જન નેતા" થઇ રિલીઝ, સીન કપાતા ધ્રુસકે ધ્રુસકે રડી એક્ટ્રેસ

Published By: Nirav Kumar

Last Updated: 05:14 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થલપતિ વિજયની ફિલ્મ ‘જન નેતા’માં એક્ટ્રેસ આનંદી અજયના સીન્સ કાપી નાખવામાં આવતાં તે ભાવુક બની હતી અને સોશિયલ મીડિયા પર રડતાં વીડિયો શેર કર્યો છે. જેમાં ફેંસ તેને હિંમત આપી રહ્યા છે.

થલપતિ વિજયની ફિલ્મ ‘જન નેતા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઇ દર્શકો વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર પણ તે સારું કલેક્શન કરી રહી છે. આ ફિલ્મમાં વિજય સાથે અનેક મજબૂત આર્ટીસ્ટ જોવા મળ્યા છે.

પરંતુ ફિલ્મ સાથે જોડાયેલી એક એક્ટ્રેસે દાવો કર્યો છે કે તેના તમામ સીન્સ ફિલ્મમાંથી કાપી નાખવામાં આવ્યા છે. આ વાતનો ખુલાસો સ્વયં એક્ટ્રેસે આનંદી અજયે કર્યો છે, બાદમાં સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આનંદી અજયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આંસુ પાડતા જોવા મળે છે. જેમાં તેને જણાવ્યું કે તેઓ લગભગ એક વર્ષથી આ પ્રોજેક્ટનો ભાગ હતાં અને વિજય સાથે મોટા પડદે જોવાનું સપનું જોઈ રહ્યાં હતાં. તમિલ ભાષામાં વાત કરતાં આનંદીએ કહ્યું કે ‘જન નાયગન’ના લાસ્ટ કટમાંથી તેમના બધા સીન્સ દૂર કરી દેવામાં આવ્યા છે.

આ ખબર તેમના માટે ખુબ દુઃખદ હતી કેમ કે આ ફિલ્મ દ્વારા તેઓ પહેલી વખત વિજય સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો મેળવવાની હતી. તેને કહ્યું કે વિજય હવે રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે અને આ તેમની છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી છે આથી તેમની સાથે કામ કરવાની બીજો મોકોકદાચ ક્યારેય નહીં મળે. વીડિયો શેર કરતાં તેમને લખ્યું, “Jana Nayagan deleted scene… Feeling unlucky.”

વધુ વાંચો : ''મને દરેક જગ્યાએ ટચ કરતા'', KSBKBT ફેમ ગુજરાતી એક્ટ્રેસનું છલકાયું દર્દ

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેંસે તેમનું હૌસલો વધાર્યો છે. જેમાં ઘણા યુઝર્સે તેમને પોઝિટિવ રહેવાની સલાહ આપી અને ભવિષ્યમાં મોટા રોલની શુભેચ્છા પાઠવી છે.‘જન નેતા’માં વિજય સિવાય પૂજા હેગડે, બોબી દેઓલ અને મમિતા બૈજુ મુખ્ય રોલમાં છે. બોક્સ ઓફિસ ટ્રેકર્સ અનુસાર ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે ભારતમાં આશરે 41 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jan Neta scenes cut Anandi Ajay

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ