બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ ટેક્સ પેયર્સની વધી શકે છે પરેશાની, નાણા મંત્રીએ આપ્યા કડક આદેશ

બિઝનેસ / આ ટેક્સ પેયર્સની વધી શકે છે પરેશાની, નાણા મંત્રીએ આપ્યા કડક આદેશ

Published By: Nirav Kumar

Last Updated: 05:18 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઇન્કમ ટેક્સ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સાચા નાગરિકો માટે ડીપાર્ટમેન્ટ સહાયક અને ટેક્સ ચોરી કરનારાઓ માટે સખત બને. ITR ફાઈલિંગની છેલ્લી તારીખ નજીક હોવાથી આ નિર્દેશ વધુ મહત્વનો બની ગયો છે.

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આ સમયે લોકોમાં ITR ફાઈલ કરવાની ભારે ઉતાવળ જોવા મળી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આવકવેરા વિભાગના અધિકારીઓને મહત્વના સૂચનો આપ્યા છે.

જેમાં મંત્રીએ કહ્યું કે વિભાગે ઈમાનદાર ટેક્સપેયર્સ માટે પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ અને જાણીજોઈને ટેક્સ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમને ભાર મૂક્યો કે, “અમારો અભિગમ એવો છે કે સાચા ટેક્સપેયર્સને સુવિધા મળે, નાની ભૂલો સુધારવાની તક આપવામાં આવે અને ઇરાદાપૂર્વક ટેક્સ ચોરી કરનારાઓ પર કાર્યવાહી થાય.”

આ સિવાય તેમને જણાવ્યું કે ટેક્સ કાયદાના અધિકારોનો ઉપયોગ હંમેશા વિનમ્રતાથી કરવો જોઈએ. ટેક્સપેયરને માત્ર ટેક્સ આકાલમમનો વિષય નહીં પરંતુ દેશના નાગરિક અને રાષ્ટ્ર વિકાસના ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમને ટેક્સ વિવાદો ઘટાડવા અને ટેક્સમાં વધુ સ્થિરતા લાવવા પર પણ ભાર મૂક્યો છે.

  • 3 કરોડથી વધુ રિટર્ન ફાઈલ

ચાલુ સત્રમાં 21 જુલાઈ સુધીમાં 3.2 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ભરાઈ ચૂક્યા છે, જેમાંથી 94% વેરિફાઈ અને 60% સેટલ થઈ ગયા છે. આ સિવાય 1.3 કરોડથી વધુ રિફંડના દાવા કરવામાં આવ્યા છે. જેમાં 96% વેરિફાઈ અને 40% સેટલ થયા છે.

આ અંગે નાણા મંત્રીએ કહ્યું કે, રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવાથી ટેક્સપેયર્સનો વિશ્વાસ વધે છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ અંગે સીબીડીટી અધ્યક્ષ રવિ અગ્રવાલએ જણાવ્યું કે ફરિયાદોના નિવારણમાં સુધારો થયો છે અને સમય ઘટાડવામાં આવ્યો છે. વિભાગ હવે વારંવાર આવતી ફરિયાદોના મૂળ કારણોને દૂર કરવા પર પણ કામ કરી રહ્યું છે.

વધુ વાંચો : શું દેશમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ? હોર્મુઝ સંકટે વધાર્યું ટેન્શન

  • ડેડલાઈન ક્યારે ?

મોટાભાગના વ્યક્તિગત ટેક્સપેયર્સ માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. જેમાં પગારદાર કર્મચારીઓ અને પેન્શનર્સનો સમાવેશ થાય છે. જો કે ITR-4 ફાઈલર્સ માટે તારીખ 31 ઓગસ્ટ 2026 જણાવવામાં આવી છે. છેલ્લા અમુક દિવસોથી 31 જુલાઈની ડેડલાઈન વધારવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ઓફીશીયલ જાહેરાત થઈ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitharaman Income Tax clear order

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ