બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ફ્રીમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી IND vs ZIM LIVE મેચ? અહીં જાણો દરેક વિગત

સ્પોર્ટ્સ / ફ્રીમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી IND vs ZIM LIVE મેચ? અહીં જાણો દરેક વિગત

Published By: Jinal Chauhan

Last Updated: 11:41 AM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. પ્રથમ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આજે વધુ એક જીત સાથે સિરીઝ પોતાના નામે કરવાની તૈયારીમાં છે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ આજે એટલે કે શનિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. પ્રથમ મુકાબલામાં 7 વિકેટે જીત મેળવનારી શ્રેયસ અય્યરની ટીમ હવે બીજી મેચ જીતીને સિરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ યજમાન ઝિમ્બાબ્વે પોતાના ઘરઆંગણે જીત મેળવી સિરીઝમાં બરાબરી કરવા મેદાને ઉતરશે. બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલાની અપેક્ષા છે.

ટીમ ઈન્ડિયાની નજર સિરીઝ જીતવા પર

પ્રથમ T20માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું હતું. હવે બીજી મેચ જીતતા જ ભારત ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી સિરીઝ પોતાના નામે કરી લેશે. જો ભારત આ સિરીઝ જીતશે તો શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં આ ટીમની પ્રથમ T20 સિરીઝ જીત હશે. અગાઉ ભારતને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ ભારતનો શાનદાર પ્રારંભ: પ્રથમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે કચડ્યું, વૈભવ સૂર્યવંશીની તોફાની અર્ધસદી!

ઝિમ્બાબ્વે માટે જીત આસાન નહીં

ઝિમ્બાબ્વે માટે બીજી મેચ 'કરો અથવા મરો' જેવી છે. જો યજમાન ટીમ હારી જશે તો સિરીઝ પણ ગુમાવી બેસશે. જોકે ભારત સામે તેનો T20 રેકોર્ડ ઘણો નબળો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 15 T20 મેચમાંથી ભારતે 12માં જીત મેળવી છે જ્યારે ઝિમ્બાબ્વે માત્ર 3 વખત જ ભારતને હરાવવામાં સફળ રહ્યું છે.

ક્યારે રમાશે ભારત-ઝિમ્બાબ્વે બીજી T20?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20 મેચ આજે એટલે કે શનિવાર 25 જુલાઈના રોજ રમાશે.

ક્યાં રમાશે મેચ?

આ મહત્વપૂર્ણ મુકાબલો હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે ખાતે રમાશે.

કેટલા વાગ્યે શરૂ થશે મેચ?

ભારતીય સમય અનુસાર મેચ સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ માટે બંને ટીમના કેપ્ટન સાંજે 4:00 વાગ્યે મેદાન પર આવશે.

લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20 મેચનું ઓનલાઈન લાઇવ સ્ટ્રીમિંગ FanCode એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. આ મેચ JioHotstar અથવા SonyLIV પર ઉપલબ્ધ નહીં હોય. FanCode પર મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.

ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો મેચ?

જો તમારી પાસે DD Free Dish છે તો DD Sports ચેનલ પર ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20 મેચનું ફ્રીમાં લાઇવ પ્રસારણ જોઈ શકશો.

ભારતની ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ.

ઝિમ્બાબ્વેની ટીમ

સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રાયન બર્લ, બેન કરન, બ્રેડ ઇવાન્સ, ક્લાઇવ મડાંડે (વિકેટકીપર), ટિનોટેન્ડા માપોસા, તદિવાનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાદ્ઝા, તાશિંગા મુસેકિવા, બ્લેસિંગ મુઝરબાની, ડિઓન માયર્સ, રિચર્ડ નગારવા, ન્યુમેન ન્યામહુરી અને મિલ્ટન શુમ્બા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Live Streaming IND vs ZIM 2nd T20 India vs Zimbabwe

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ