બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શનિદેવની વક્રી ચાલ આ રાશિઓને બનાવશે માલામાલ, ઓગસ્ટથી આ લોકોનું ભાગ્ય ચમકશે

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શનિદેવની વક્રી ચાલ આ રાશિઓને બનાવશે માલામાલ, ઓગસ્ટથી આ લોકોનું ભાગ્ય ચમકશે

Last Updated: 01:16 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓગસ્ટ 2026માં શનિ વક્રી થશે. જે મેષ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્ર અને આર્થિક લાભના નવા અવસરો લાવશે. આ સમય મહેનત અને યોગ્ય આયોજન સાથે સફળતા અને સ્થિરતા આપનારો સાબિત થશે.

1/5

photoStories-logo

1. શનિ થશે વક્રી

વૈદિક જ્યોતિષ અનુસાર, કર્મફળદાતા શનિદેવની ગતિ દરેક રાશિના જીવન પર ઊંડી અસર કરે છે. વર્ષ 2026ના ઓગસ્ટ મહિનામાં શનિ વક્રી અવસ્થામાં રહીને એક ખાસ અસર કરવાના છે. વક્રી શનિને અનેક વખત પડકારોનું કારણ માનવામાં આવે છે, પરંતુ આ વખતે આ સમયગાળો દરેક માટે નકારાત્મક પુરવાર નહીં થાય. આ ખાસ ગ્રહસ્થિતિને કારણે મેષ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે સફળતાના નવા દ્વાર ખુલવાના યોગ બની રહ્યા છે. આ ત્રણે રાશિઓના જાતકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને આર્થિક બાબતમાં સારી સફળતા મળવાની મજબૂત સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

તમારા માટે શનિની આ વક્રી ગતિ મિશ્ર પરંતુ ઘણી હદે સકારાત્મક પરિણામો લાવી રહી છે. આ સમયગાળામાં તમારા કાર્યોની ગતિ વધશે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળે મહત્વની જવાબદારી મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ કે સફળતાની રાહ જોઈ રહ્યા હો તો તે પૂરૂ થવાની સંભાવના છે. વેપારીઓને નવા અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાવાનો સારો અવસર મળશે. પાછલા રોકાણમાંથી સારું વળતર મળી શકે છે જેથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારનો પૂર્ણ સહયોગ મળશે અને આત્મવિશ્વાસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તુલા

તમારા માટે ઓગસ્ટમાં શનિનું વક્રી થવું મોટી રાહત લાવી રહ્યું છે. આ દરમિયાન તમારા અટકેલા કામો ધીરે ધીરે ગતિ પકડશે. આર્થિક સ્થિતિમાં સારો સુધારો થશે અને આવક-ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. તમે કોઈ નવી અને લાભદાયી યોજના પર કામ શરૂ કરી શકો છો. પરિવાર સાથે પસાર કરેલો સમય માનસિક તણાવ ઘટાડશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સારું ફળ મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વૃશ્ચિક

તમારા માટે શનિની વક્રી ગતિ કરિયરની દૃષ્ટિએ નવા અને અવસરો લાવી રહી છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવા કે નવી ઊંચાઈ હાંસલ કરવાનું વિચારતા હો તો સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયમાં મોટા સોદા થવાના યોગ છે. તમારી કઠીન મહેનતનું ફળ મળશે, જેથી મનોબળ વધશે. ધન સંબંધિત બાબતોમાં સ્થિતિ વધુ સ્થિર અને સારી રહેશે. પરિવારમાં કોઈ શુભ સમાચારથી આનંદનું વાતાવરણ રહેશે અને નાની મુસાફરીઓ પણ ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Saturn Libra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ