બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / TMKOCની એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીતા ફિલ્મ મેકરે કરી હતી આવી ડિમાન્ડ

photo-story

5 ફોટો ગેલેરી

અરરર / TMKOCની એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીતા ફિલ્મ મેકરે કરી હતી આવી ડિમાન્ડ

Last Updated: 12:29 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ગુલાબો’નું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી સિમ્પલ કૌલે પોતાના કરિયરના શરૂઆતના દિવસોનો એક કિસ્સો શેર કર્યો છે. એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં સિમ્પલે જણાવ્યું કે કરિયરના શરૂઆતના તબક્કામાં એક ફિલ્મમેકરે તેમને મોડી સાંજે હોટલમાં મળવા માટે બોલાવ્યા હતા

1/5

photoStories-logo

1. સિમ્પલ કૌલનો આરોપ

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ગુલાબો’નું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી સિમ્પલ કૌલે પોતાના કરિયરના શરૂઆતના દિવસોનો એક કિસ્સો શેર કર્યો છે. એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં સિમ્પલે જણાવ્યું કે કરિયરના શરૂઆતના તબક્કામાં એક ફિલ્મમેકરે તેમને મોડી સાંજે હોટલમાં મળવા માટે બોલાવ્યા હતા. જોકે, ત્યારબાદ ફિલ્મમેકરે કરેલી એક ડિમાન્ડ સાંભળીને સિમ્પલે તરત જ પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સિમ્લપે શું કહ્યું?

સિમ્પલ કૌલે જણાવ્યું કે તેમણે પોતાના કરિયરમાં શરૂઆતથી જ કેટલીક મર્યાદાઓ નક્કી કરી હતી અને તેમાંથી ક્યારેય બહાર જવાનું પસંદ કર્યું નથી. તેમણે એક ઘટનાને યાદ કરતાં કહ્યું કે એક ફિલ્મમેકરે તેમને જણાવ્યું હતું કે તેઓ એક હોટલમાં રોકાયા છે અને રાત્રે લગભગ 8:30થી 9 વાગ્યાની વચ્ચે ત્યાં આવવા કહ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ‘તમારા મિત્રો નીચે બેસી શકે છે, તમે ઉપર આવી શકો છો...’

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં સિમ્પલ કૌલે જણાવ્યું હતું કે ફિલ્મમેકરની વાત સાંભળીને તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના મિત્રો સાથે આવશે. તેના જવાબમાં ફિલ્મમેકરે કહ્યું કે તેમના મિત્રો નીચે બેસી શકે છે અને સિમ્પલ ઉપર આવી શકે છે. આ વાત સાંભળ્યા બાદ સિમ્પલે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ના, હું તમને નીચે જ મળીશ. તમે લોબીમાં મળો.’ સિમ્પલે જણાવ્યું કે તેમની પોતાની કેટલીક મર્યાદાઓ અને નિયમો હતા, જેને તેઓ કોઈપણ સંજોગોમાં બદલવા માંગતા નહોતા. તેમણે કહ્યું કે સામેની વ્યક્તિ કોઈપણ હોય, તેઓ પોતાની રીતે જ મળવાનું પસંદ કરશે. જો તેમને હોટલના ઉપરના માળે જવું પડે તો તેઓ પોતાની ટીમ સાથે જ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ‘મને રોલ મેળવવાની એવી બેચેની ક્યારેય નહોતી’

સિમ્પલ કૌલે વધુમાં જણાવ્યું કે તેમને ક્યારેય કોઈ રોલ મેળવવા માટે એટલી બેચેની નહોતી કે જેના કારણે તેઓ પોતાની મર્યાદાઓ સાથે સમાધાન કરે. પોતાના સિદ્ધાંતો અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે કરિયરની શરૂઆતથી જ તેમણે પોતાની કેટલીક લિમિટ નક્કી કરી હતી અને તેને જાળવી રાખી છે. સિમ્પલના આ ખુલાસા બાદ ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી અભિનેત્રીઓ સામે આવતી મુશ્કેલીઓ અને તેમના અંગત અનુભવની ચર્ચા શરૂ થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ‘તારક મહેતા’ સહિત અનેક શોમાં કરી ચૂક્યાં છે કામ

સિમ્પલ કૌલ ભારતીય ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. તેમણે ‘શરારત’, ‘યે મેરી લાઈફ હૈ’ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેમના ‘ગુલાબો’ના પાત્રને પણ દર્શકો તરફથી સારી ઓળખ મળી હતી. અભિનય ઉપરાંત સિમ્પલ કૌલે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ પગ મૂક્યો છે. મુંબઈ અને બેંગલુરુમાં તેમના અનેક આઉટલેટ્સ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News TMKOC Gulabo Episode
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ