બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના મણિપુરમાં સ્થાનિકો બન્યા રિયલ હીરોઃ, આ રીતે કરી મદદ

મદદ / અમદાવાદના મણિપુરમાં સ્થાનિકો બન્યા રિયલ હીરોઃ, આ રીતે કરી મદદ

Published By: Bhavin Rawal

Last Updated: 01:30 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તોફાની વરસાદના કારણે મણિપુર અંડરપાસમાં ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સ્થિતિ ગંભીર બનતાં મણિપુરના સ્થાનિક આગેવાનો અને રહીશો તાત્કાલિક મેદાનમાં ઊતરી આવ્યા હતા.

તોફાની વરસાદના કારણે મણિપુર અંડરપાસમાં ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સ્થિતિ ગંભીર બનતાં મણિપુરના સ્થાનિક આગેવાનો અને રહીશો તાત્કાલિક મેદાનમાં ઊતરી આવ્યા હતા. તેમણે સરકારી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતાં તંત્રએ પણ ઝડપથી કાર્યવાહી શરૂ કરી હતી. મોડી રાતે ફાઇટર અને પંપ મંગાવી અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જોકે ફાઇટર પાસે માત્ર પપ ફૂટની પાઇપ હતી, જ્યારે પાણીનો ભરાવો લગભગ ર૦૦ ફૂટ દૂર હતો. આવી સ્થિતિમાં સ્થાનિકોએ મોડી રાતે નજીકની હાર્ડવેરની દુકાન ખોલાવીને વધારાની પાઇપની વ્યવસ્થા કરી હતી, જેના કારણે પાણીના નિકાલની કામગીરીમાં ઝડપ આવી હતી. સતત વરસતા વરસાદ વચ્ચે સ્થાનિક યુવકો અને રહીશોએ પણ પાઇપ ગોઠવવાથી લઈને પંપની કામગીરીમાં ખભેખભા મિલાવી મદદ કરી હતી. આ સમગ્ર કામગીરીમાં દીપેશભાઈ શુક્લ, રણ‌િજતભાઈ વાઘેલા, પૂર્વ સરપંચ રણછોડજી વાઘેલા, ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ અને પાર્થભાઈ પંડ્યા સહિતના આગેવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. સ્થાનિકોની એકતા અને તંત્ર સાથેના સંકલનના કારણે મણિપુરના રહીશોને મોટી રાહત મળી હતી.

JCB બની સ્કૂલ બસ, ડ્રાઈવરે છ વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા

બોપલ અને શેલા વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. આ દરમિયાન બોપલ સ્થિત કોસમોસ કેસલ સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા નીકળેલી સ્કૂલ બસ રસ્તામાં પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં સવાર છ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થિતિની ગંભીરતા સમજી સ્કૂલ બસના ડ્રાઇવર કિશન વાળંદે સમય ગુમાવ્યા વગર પોતાની સૂઝબૂઝથી જેસીબી મંગાવવાનો નિર્ણય કર્યો. થોડા જ સમયમાં જેસીબી સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને બંને શિક્ષકોને એક પછી એક જેસીબીમાં બેસાડીને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. ભારે વરસાદ વચ્ચે બાળકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીને કિશન વાળંદે જે સમજદારી અને ફરજનિષ્ઠા દાખવી તે સૌ માટે પ્રેરણારૂપ બની હતી. તેમની સમયસરની કામગીરીના કારણે તમામ વિદ્યાર્થીઓ સલામત રીતે પોતાના પરિવાર સુધી પહોંચી શક્યા હતા. વરસાદી સંકટ વચ્ચે એક સામાન્ય ડ્રાઇવરે અસાધારણ જવાબદારી નિભાવી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.

વધુ વાંચોઃ મેઘરાજાની તોફાની બેટિંગ જારી, આઠ અંડર બ્રિજ બંધ, અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 22 દરવાજા ખોલાયા

વરસાદ પડ્યો... ઘરે જ જામી ભ‌જીયાંની મહેફિલ

ધોધમાર વરસાદના કારણે શહેરનું જનજીવન થંભી ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાવા અને સતત વરસતા વરસાદના કારણે મોટા ભાગના લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરિણામે ઘરંમાં પરિવાર સાથે વરસાદની મોજ માણવાનો માહોલ સર્જાયો હતો. રસોડામાં ગરમાગરમ દાળવડાં, ભ‌િજયાં, મકાઈ, મગફળી, પકોડા અને ચાની મહેફિલ જામી હતી. ઘણા પરિવારો વરસાદ નિહાળતાં-નિહાળતાં ગરમ નાસ્તાની મજા માણતા જોવા મળ્યા હતા. બાળકો અને યુવાનો પણ વરસાદ વચ્ચે ઘરમાં જ મનોરંજન, ફિલ્મો અને રમતો સાથે દિવસ પસાર કરતા જોવા મળ્યા હતા, બીજી તરફ શહેરની અનેક લારીઓ અને દુકાનો પર પણ દાળવડાં, ભ‌િજયાં અને મકાઈ લેવા લોકોની ભીડ જોવા મળી હતી. વરસાદના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોવા છતાં પરિવાર સાથે વિતાવેલો સમય અને ગરમાગરમ નાસ્તાની મોજ લોકોએ યાદગાર બનાવી હતી. સોશિયલ મીડિયામાં પણ લોકો દ્વારા ચા-ભ‌િજયાં, મકાઈ અને વરસાદી માહોલના ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા. વરસાદે એક તરફ મુશ્કેલીઓ ઊભી કરી, બીજી તરફ અનેક પરિવારો માટે સાથે બેસીને સમય પસાર કરવાની અને વરસાદની મજા માણવાની સુંદર તક પણ આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Rain Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ