ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મેઘરાજાની તોફાની બેટિંગ જારી, આઠ અંડર બ્રિજ બંધ, અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 22 દરવાજા ખોલાયા

અમદાવાદ / મેઘરાજાની તોફાની બેટિંગ જારી, આઠ અંડર બ્રિજ બંધ, અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 22 દરવાજા ખોલાયા

Published By: Kalpesh Kandoria

Last Updated: 01:15 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મેઘરાજાએ આજે વહેલી સવારે જોરદાર બેટિંગ કરતાં માત્ર પાંચ કલાકમાં સરેરાશ 1 ઈંચ વરસાદ વરસાવ્યો છે. અસારવામાં સૌથી વધુ 1.79 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.

ADVERTISEMENT

શહેરમાં આજે વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં માત્ર પાંચ કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારના 5થી 10 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 22.83 મિમી (એક ઇંચ) વરસાદ નોંધાતાં મધ્ય, ઉત્તર અને પૂર્વ ઝોનના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર પણ વ્યાપક અસર જોવા મળી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલરૂમના આંકડા મુજબ શહેરમાં સૌથી વધુ 1.79 ઇંચ (45.50 ‌મિમી) વરસાદ અસારવામાં નોંધાયો હતો. ત્યાર બાદ કાલુપુર અને વિરાટનગરમાં 1.50 ઇંચ, મેમ્કોમાં 1.46 ઇંચ, ચકુડિયામાં 1.36 ઇંચ અને ઓઢવમાં 1.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોનમાં સરેરાશ 1.33 ઇંચ અને ઉત્તર ઝોનમાં 1.10 ઇંચ વરસાદ નોંધાતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

ભારે વરસાદના પગલે સુરક્ષાના ભાગરૂપે મકરબા, પરિમલ, અખબારનગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ જીએસટી અને ચાંદખેડા સહિત શહેરના કુલ આઠ અંડર બ્રિજ વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. એસ.જી. હાઇવે, ગોતા, જગતપુર, એસ.પી. રિંગ રોડ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, ત્રાગડ રોડ, આઈઓસી રોડ, ડી-કેબિન રોડ અને ચેનપુર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિક ધીમો પડ્યો હતો.

આ દરમિયાન પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડવાની ઘટના પણ બની હતી, જેના પગલે એએમસીએ નાગરિકોને હેલ્મેટ સર્કલ તરફ અવરજવર ટાળવા અપીલ કરી હતી.

વાસણા બેરેજના ૨૨ દરવાજા ખોલવામાં આવ્યા

એએમસીના સત્તાવાર અહેવાલ મુજબ આજે નોંધાયેલા વરસાદ બાદ ચાલુ ચોમાસામાં અમદાવાદમાં કુલ સરેરાશ વરસાદ 16.93 ઇંચ (429.92 ‌મિમી) થયો છે. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજનું જળસ્તર વધતાં પાણીના પ્રવાહનું સંચાલન કરવા બેરેજના ૨૨ દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Weather Ahmedabad Rain Vasna Barrage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ