બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યા સલમાન ખાન, કહ્યું - 'પેપર લીક ગંભીર વિષય, આંદોલનનું રાજકારણ ન થવું જોઈએ'

મનોરંજન / વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યા સલમાન ખાન, કહ્યું - 'પેપર લીક ગંભીર વિષય, આંદોલનનું રાજકારણ ન થવું જોઈએ'

Published By: Pravin Joshi

Last Updated: 11:36 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનું સમર્થન સાંપડ્યું છે. સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત પોસ્ટ શેર કરીને સલમાન ખાને પેપર લીકને ગંભીર મુદ્દો ગણાવ્યો છે અને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓના આ ન્યાયી આંદોલનનું કોઈ રાજકારણ ન થવું જોઈએ.

દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને હવે ભારતીય સિનેમા જગતમાંથી મોટું સમર્થન મળી રહ્યું છે. બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો બાદ હવે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને પણ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓને પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

'પેપર લીક અત્યંત ગંભીર વિષય' - સલમાન ખાન

સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાને લખ્યું હતું કે, આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું અને તેણે અચાનક હિંસક રૂપ ધારણ કરી લીધું તે અત્યંત દુઃખદ બાબત છે. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો આ ઘટનામાં ઘાયલ થયા છે, તેમના પ્રત્યે મારી પૂરી સંવેદના છે. પેપર લીક થવો એ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણા દેશના બાળકો એક બહેતર શિક્ષણ પ્રણાલી માટે એકજૂથ થયા છે અને તેમના માતાપિતાએ પણ તેમનો સાથ આપ્યો છે.

salman-khan

'આ પ્રેરણાદાયી પેઢી ભારતનું નામ રોશન કરશે'

અભિનેતાએ વિદ્યાર્થીઓના સમર્પણ અને મહેનતના વખાણ કરતા આગળ લખ્યું હતું કે, હું વિદ્યાર્થીઓના આ કદમની ખરા દિલથી પ્રશંસા કરું છું. તેમણે લગન, ઈમાનદારી અને સખત મહેનત કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની સાથે એક શિક્ષિત અને ઉત્તમ ભારત નિર્માણ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. આ આંદોલન કે વિરોધ પ્રદર્શન યોગ્ય માર્ગ છે અને વિદ્યાર્થીઓએ તેને અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચલાવ્યું છે. શિક્ષણ પ્રત્યે પ્રેરિત અને ઉત્સાહિત આ નવી પેઢી ભવિષ્યમાં ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરશે.

'આંદોલનનું રાજકારણ ન થવું જોઈએ'

સલમાન ખાને રાજકીય પક્ષોને અપીલ કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દો માત્ર વિદ્યાર્થીઓ અને દેશની શિક્ષણ વ્યવસ્થા વચ્ચેનો છે, તેથી તેને કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ આપવામાં ન આવે. આ આંદોલનની સફળતાનો શ્રેય માત્ર ને માત્ર દેશના વિદ્યાર્થીઓને જ મળવો જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર પણ વિદ્યાર્થીઓને પૂરો સહયોગ આપશે અને શિક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ

શા માટે થઈ રહ્યું છે પ્રદર્શન?

ઉલ્લેખનીય છે કે, દેશમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાંધલી, શિક્ષણ પ્રણાલીમાં તાત્કાલિક સુધારા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સોમવારે હજારો વિદ્યાર્થીઓ અને કાર્યકરો દિલ્હીના જંતર-મંતર ખાતે એકત્રિત થયા હતા. પ્રદર્શનકારીઓએ જ્યારે સંસદ ભવન તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ દ્વારા કથિત રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને અશ્રુવાયુના ગોળા છોડવામાં આવ્યા હતા. આ હિંસક અથડામણ માટે પોલીસ અને આંદોલનકારીઓ બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PaperLeak StudentProtests SalmanKhan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ