બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત: 89 શંકાસ્પદ કેસ, 18 પોઝિટિવ, 12 બાળકોના મોત
Last Updated: 11:18 PM, 22 July 2026
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 89 શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના આંકડાઓ દર્શાવે છે. તેમાંમાંથી 18 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધી રાજ્યમાં કુલ 12 બાળકોના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વિવિધ જિલ્લાઓમાં સર્વેલન્સ, મચ્છર નિયંત્રણ અને આરોગ્ય ચકાસણીની કામગીરી વધુ તેજ કરવામાં આવી રહી છે.
હાલમાં 38 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બીજી તરફ, સારવાર બાદ સ્વસ્થ થયેલા 23 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદની વાપસી, સુરત સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, સુરત માટે આજનો દિવસ ભારે
આરોગ્ય વિભાગે લોકોને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવા, તાવ અથવા અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સંપર્ક કરવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.