બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'હું હજી જીવું છું...', સોનમ વાંગચુકે હોસ્પિટલેથી જાહેર કર્યો વીડિયો, સરકાર સમક્ષ રાખી આ શરત

Video / 'હું હજી જીવું છું...', સોનમ વાંગચુકે હોસ્પિટલેથી જાહેર કર્યો વીડિયો, સરકાર સમક્ષ રાખી આ શરત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:23 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sonam Wangchuk: સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામ હોસ્પિટલથી એક વીડિયો સંદેશ જાહેર કરી કહ્યું કે તેઓ હજુ જીવિત છે અને સરકાર પાસેથી બાળકો સામે બળ પ્રયોગ ન કરવાનું આશ્વાસન ઇચ્છે છે.

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામ હોસ્પિટલથી એક વીડિયો સંદેશ જાહેર કર્યો. વીડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે, "હું હજુ પણ જીવિત છું. હું સરકારને વિનંતી કરું છું કે બાળકો સામે બળનો ઉપયોગ ન કરે. મને આ બાબતે સરકાર તરફથી આશ્વાસનની જરૂર છે. જો મને ખાતરી મળે તો હું આજે જ મારો ઉપવાસ તોડી નાખીશ. જો મને ખાતરી ન મળે, તો હું અનસન ચાલુ રાખીશ."

સોનમએ કહ્યું, "મેં મારા ઉપવાસ શરૂ કર્યાને 25 દિવસ થઈ ગયા છે, પરંતુ હું હજી પણ જીવિત છું. કેટલાક સાંસદો મને મળવા આવ્યા અને મને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. જો મને સરકાર તરફથી વિશ્વાસ મળે, તો હું આજે જ મારો ઉપવાસ તોડવા તૈયાર છું. બસ સરકાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન કરે."

સોનમ વાંગચુકે કહ્યું. "25મા દિવસે લગભગ 11 કિલો વજન ઓછુ થયું છે અને મારા સ્નાયુઓ કમજોર થઇ રહ્યા છે, પણ હું ઠીક છું. મને ગઈકાલે રાત્રે ગુરુગ્રામની સફદરજંગ હોસ્પિટલથી અહીં લાવવામાં આવ્યો છે. હું તે બધા વિદ્યાર્થીઓને દાદ આપુ છું જેમણે લાઠીચાર્જ સહન કર્યા પછી પણ ધીરજ અને શાંતિથી કામ કર્યું, અને વળતા હુમલો કર્યો."

સોનમે આગળ કહ્યું, "ઘણી ઉશ્કેરણી પછી પણ અને જ્યારે કેટલાક લોકોને પથ્થરમારો કરવા માટે લાવવામાં આવ્યા ત્યારે પણ તમે ધીરજ રાખી. વિદ્યાર્થીઓ પર ક્રૂર હુમલો થઈ રહ્યો હતો, તેથી મેં મારા ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. હજુ પણ, ઘણા નેતાઓ મારી પાસે આવ્યા અને મને મારા ઉપવાસ તોડવા માટે વિનંતી કરી."

"બાળકો પર બળનો પ્રયોગ ના કરો"

સત્તાધારી પક્ષના મંત્રીઓ અને સાંસદો પણ આવ્યા. તેઓ લગભગ 65 સહીઓ સાથે અહીં આવ્યા હતા, અને મને મારો ઉપવાસ તોડવા અને રાષ્ટ્રની સેવામાં પાછા ફરવા વિનંતી કરી હતી." હું પણ એવું જ કરવા માંગુ છું. મારું કામ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ હું સરકારને બાળકો સામે આટલી બળજબરીનો ઉપયોગ ન કરવા વિનંતી કરું છું.

VTV Digital 1

આ પણ વાંચોઃ Paper Leak / રાહુલ ગાંધીના '150 પેપર લીક' દાવાની થશે તપાસ, સત્ય દેશ સમક્ષ મૂકાશે: જેપી નડ્ડા

તેમની સામે કોઈ આરોપ કે એફઆઇઆર ન થવી જોઈએ, જેથી તેમને જેલ કે પોલીસ દ્વારા હેરાન ન કરી શકાય. મને આ ખાતરી જોઈએ છે, અને જો મને તે જલ્દી મળે તો હું આજે મારા ઉપવાસ તોડીશ, તમારા બધા અને અહીં આવેલા નેતાઓના શબ્દોનો આદર કરીને. પરંતુ જો આશ્વાસન ન મળે, તો કમનસીબે મારે અનશન ચાલુ રાખવા પડશે. જય હિંદ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi News Student Movement Sonam Wangchuk

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ