બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દિલ્હીમાં CJP પ્રોટેસ્ટમાં ભારે હિંસા: ટોલસ્ટોય માર્ગ પર પથરાવ, ACP સહિત 5 પોલીસકર્મી ઘાયલ
Last Updated: 11:08 PM, 22 July 2026
દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીકના મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આહ્વાન પર ચાલી રહેલું આંદોલન બુધવારે અચાનક હિंसक બની ગયું હતું. દિલ્હીના ટોલસ્ટોય માર્ગ પાસે પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા હતા અને તેમણે સુરક્ષા દળો પર ભારે પથરાવ કર્યો હતો. આ હિંસક હુમલામાં કનોટ પ્લેસના ACP વિવેક ભગત સહિત કુલ 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | Latest visuals from Jantar Mantar
— ANI (@ANI) July 22, 2026
At around 8:30 pm, near Tolstoy Marg in Connaught Place, some miscreants attacked the police with stones and bottles, injuring ACP Connaught Place Vivek Bhagat. Senior officers took him to RML Hospital. The situation was tense… pic.twitter.com/PXvo8vUzFW
ADVERTISEMENT
દિલ્હી પોલીસ અને RAF (રેપિડ એક્શન ફોર્સ) ની ટીમ નક્કી કરેલા સ્થળ પર દૈનિક ધોરણે તૈનાત હતી, ત્યારે રાત્રે આશરે 8:30 વાગ્યે જંતર-મંતર પર એકત્ર થયેલી ભીડ આગળ વધીને ટોલસ્ટોય માર્ગ પર આવી પહોંચી હતી. કેટલાક ઉપદ્રવીઓએ અચાનક મોટા પથ્થરો અને કાચની બોટલો પોલીસ ટુકડી પર ફેંકવાનું શરૂ કર્યું હતું. કેટલાક પ્રદર્શનકારીઓના હાથમાં લાકડીઓ પણ હતી. દિલ્હી પોલીસે આપેલા સત્તાવાર નિવેદન અનુસાર, બુધવારે સાંજે ઉગ્ર ભીડે એક પોલીસકર્મીને ચારે બાજુથી ઘેરીને નીચે પાડી બળજબરીથી માર મારતા 'મોબ લિંચિંગ' કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મારપીટ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષા અને ગાળોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓ તરફથી તલવારો અને ખુખરી જેવા ધારદાર શસ્ત્રો પણ લહેરાવવામાં આવ્યા હતા.
#WATCH | Delhi | Heavy Security deployed at Jantar Mantar
— ANI (@ANI) July 22, 2026
At around 8:30 pm, near Tolstoy Marg in Connaught Place, some miscreants attacked the police with stones and bottles, injuring ACP Connaught Place Vivek Bhagat. Senior officers took him to RML Hospital. The situation was… pic.twitter.com/aTTKipyZt4
ADVERTISEMENT
બુધવારના આ સમગ્ર હિંસક ઘટનાક્રમમાં કુલ 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાં 2 ACP, 2 ઈન્સ્પેક્ટર અને 1 પોલીસ જવાનનો સમાવેશ થાય છે. ઘાયલ ACP વિવેક ભગતને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તાત્કાલિક RML હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે RAF ની ટીમે હળવો બળપ્રયોગ કર્યો હતો અને 2 થી 3 અશ્રુવાયુ (ટીયર ગેસ) ના ગોળા છોડીને હિંસક ભીડને વિખેરી નાખી હતી. જોકે, પ્રદર્શનકારીઓએ અચાનક પથરાવ શા માટે શરૂ કર્યો તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ADVERTISEMENT
'ચલો સંસદ' માર્ચના 2 દિવસ પછી પણ ધર્ણા પ્રદર્શન સ્થળે દેશભરમાંથી નવા લોકો સતત પહોંચી રહ્યા હતા. બુધવારે બસ અને ટ્રેનમાં રાતભર મુસાફરી કરીને દેશના ખૂણે-ખૂણેથી નવા જૂથો જંતર-મંતર પહોંચ્યા હતા. પીઠ પર બેગ અને હાથમાં બેનરો લઈને આવેલા આ લોકોને સ્વયંસેવકો દ્વારા બેસવાની જગ્યા આપવા સાથે પાણી અને ખોરાકના પેકેટો વહેંચવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ
ADVERTISEMENT
આ વિરોધ પ્રદર્શનમાં સ્કૂલના યુનિફોર્મ પહેરેલા બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, ઓફિસ જતાં કર્મચારીઓ અને વડીલો ખંભેથી ખંભો મિલાવીને ઊભા હતા. કેટલાક લોકો બેરિકેડ્સ પાસે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.