બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતમાં વરસાદની વાપસી, સુરત સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, સુરત માટે આજનો દિવસ ભારે

photo-story

7 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / ગુજરાતમાં વરસાદની વાપસી, સુરત સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, સુરત માટે આજનો દિવસ ભારે

Last Updated: 10:59 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1/7

photoStories-logo

1. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો

પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ભારે બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી. તો વિરામ પછી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સુરતીઓ માટે આજની રાત ખૂબ ભારે

સુરતીઓ માટે આજની રાત ખૂબ ભારે રહેવાની છે. કેમ કે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે... જેના કારણે તંત્રએ લોકોને રાત્રે સાડા 9 વાગ્યા પહેલાં ઘરે આવી જવાની અપીલ કરી છે..... મનપાએ નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે... આ સિવાય લોકોને નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ખાલી કરીને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી છે...

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો

દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. સુરત,નવસારી,વલસાડ અને તાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સુરત શહેર ફરી જળબંબાકાર થયું છે.શહેરના નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. કડોદરા ચોકડી,પાંડેસરા અને ભેસ્તાનની સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર

મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સંતરામપુર, ખાનપુર અને કડાણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવનમાં રાહતનો માહોલ જોવા મળ્યો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે વરસાદથી ઉભા પાકને જીવતદાન મળ્યું છે અને વાવેતર તેમજ ખેતીની કામગીરીને નવી ગતિ મળી છે. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને ઉકળાટમાંથી પણ રાહત મળી છે. હવામાનમાં આવેલા આ બદલાવથી ખેડૂતો સહિત સમગ્ર જિલ્લામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

વલસાડમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ... જેમાં છીપવાડ વિસ્તારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું... અહીંયા પ્રાચીન હનુમાનજી મંદિરમાં પાણી ઘૂસી જતાં અડધી મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ ગઈ... હાલર વિસ્તારમાં આવેલ હાલર તળાવ પણ પાણીથી ઉભરાઈ ઉઠ્યું... જેનાથી શહેરીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ..

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધોધમાર વરસાદથી લુણાવાડાની બજારોમાં ભરાયું પાણી

લાંબા વિરામ બાદ મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને કડાણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી. લુણાવાડા શહેરના દરકોલી દરવાજા, હાટડિયા બજાર અને અસ્થાના બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને દરકોલી દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો અને લોકો મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ, લાંબા વિરામ બાદ થયેલી આ મેઘમહેરથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને પાકને નવી આશા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ પર તંત્રની નજર

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ એમ.કે. દાસે રાહત કમિશનર અને સંબંધિત અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં વરસાદની સ્થિતિ તેમજ રાહત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરો સાથે સતત સંકલન જાળવીને અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સાથે જ NDRFની ટીમો દ્વારા ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી અને જરૂરિયાત મુજબ તમામ સંસાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા તંત્રને સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surat Weather Update Surat Heavy Rain Alert gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ