બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 26 દિવસ બાદ ઉપવાસનો અંત, સામે આવ્યો Sonam Wangchukનો નવો વીડિયો

નેશનલ / 26 દિવસ બાદ ઉપવાસનો અંત, સામે આવ્યો Sonam Wangchukનો નવો વીડિયો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:29 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sonam Wangchuk News: NEET પેપર લીક મુદ્દે 26 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુકે પારણાં કર્યા છે.

Sonam Wangchuk News: NEET પેપર લીક મુદ્દે 26 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુકે પારણાં કર્યા છે. પીએમ મોદીના નિવેદન બાદ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની હાજરીમાં ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ઉપવાસ પૂર્ણ કરી પારણા કર્યા છે.

સોનમ વાંગચુકે 26 દિવસ પછી પોતાના અનશન પુર્ણ કર્યા છે. તેમણે કહ્યું કે સરકાર અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદો તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. સરકારે સંસદમાં પરીક્ષા સુધારાઓ પર ચર્ચા કરવાનું, શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કેસ નહીં દાખલ કરવાનું અને NEET પેપર લીક સંબંધિત આત્મહત્યા પીડિતોના પરિવારોને વળતર આપવાનો સકારાત્મક વિચાર કરવાનું ભરોસો આપ્યો છે.

NEET પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પોતાની 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા પ્રણાલીની માંગ સાથે તેમણે લાંબા સમય સુધી ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું. આંદોલન દરમિયાન પેપર લીક સામે કડક કાર્યવાહી અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ ઉઠાવવામાં આવી હતી. સોનમ વાંગચુકના પારણાં સાથે આંદોલનના એક મહત્વપૂર્ણ તબક્કાનો અંત આવ્યો છે.

સોનમ વાંગચુકે 26 દિવસ પછી આજે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી લેખિત ખાતરી મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. રાત્રે 11:30 વાગ્યાની આસપાસ કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે તેમની મુલાકાત લીધી. લદ્દાખની સર્વોચ્ચ સંસ્થાના મોટા નેતાઓ પણ હાજર હતા.

અગાઉ વિવિધ રાજકીય પક્ષોના લગભગ 65 સાંસદો તેમને મળવા આવ્યા હતા. તેમણે વાંગચુકને તેમના ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે તેમને આશ્વાસન આપ્યુ હતું કે NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલીના મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવામાં આવશે. સરકાર તરફથી આવેલા મંત્રીઓએ પણ આવું જ આશ્વાસન આપ્યુ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ VIDEO / વિદ્યાર્થીઓને મોડી રાત્રે PM મોદીનો મહત્વનો સંદેશ, કહ્યું - પેપર લીક પર કડક કાર્યવાહી કરવામાં આવશે

સરકારના લેખિત આશ્વાસનમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે. પ્રથમ, જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારા અને 20 જુલાઈના રોજ સંસદ કૂચમાં ભાગ લેનારાઓ સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં. બીજું, સંસદમાં પેપર લીક અટકાવવા અને કાયમી ઉકેલ શોધવા માટે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા અંગે ચર્ચા કરશે. ત્રીજું, નીટ પેપર લીકના કારણે તાજેતરમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું વળતર આપવાનું પણ સરકાર સકારાત્મક રીતે વિચારી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonam Wangchuk JP Nadda PM Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ