બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સોનમ વાંગચુકે 26 દિવસ બાદ તોડ્યા ઉપવાસ: કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથેની મુલાકાત બાદ અનશન સમાપ્ત!
Last Updated: 01:45 AM, 24 July 2026
જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પોતાના અચોક્કસ મુદતના ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સોનમ વાંગચુક કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ગત 28 જૂનથી સતત અનશન પર બેઠા હતા.
ADVERTISEMENT
Just now in the presence of Union Ministers Sh. JP Nadda, Dr. Jitendra Singh and the senior leaders of Apex Body of Leh Ladakh I finally broke my fast after 26 days. Earlier 65 members of parliament from different political parties had visited or signed letters urging me to break… pic.twitter.com/RFCet7Oksy
— Sonam Wangchuk (@Wangchuk66) July 23, 2026
ADVERTISEMENT
અનશન દરમિયાન સોનમ વાંગચુકની તબિયત લથડતાં સૌપ્રથમ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની પત્ની ગીતાંજલિ આંગમોએ કોર્ટમાં અરજી કરીને વધુ સારી સારવાર માટે વાંગચુકને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો કે વાંગચુકની વર્તમાન નાજુક આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાત તબીબોની સતત દેખરેખ જરૂરી છે, જેના આધારે તેમને મેદાંતા શિફ્ટ કરવામાં આવ્યા હતા.
Activist Sonam Wangchuk tweets, "Just now in the presence of Union Ministers JP Nadda & Dr. Jitendra Singh and the senior leaders of Apex Body of Leh Ladakh I finally broke my fast after 26 days. Earlier 65 in members of parliament from different political parties had visited or… pic.twitter.com/tm8SorZB51
— ANI (@ANI) July 23, 2026
ADVERTISEMENT
મેદાંતા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ દાખલ વાંગચુકને મળવા માટે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ પહોંચ્યા હતા. તેમની સાથે લેહ-લદ્દાખની 'એપેક્સ બોડી' ના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંગચુકના મુદ્દાઓ અને માંગણીઓ પર લાંબી ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો- ગુજરાતમાં 24 જુલાઇએ આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ
ADVERTISEMENT
ઉપવાસ તોડ્યા બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં લખ્યું કે, અત્યારે જ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ડૉ. જિતેન્દ્ર સિંહ અને લેહ-લદ્દાખની 'એપેક્સ બોડી'ના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મેં 26 દિવસ પછી મારૂં અનશન સમાપ્ત કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ દેશની વિવિધ રાજકીય પાર્ટીઓના 65 થી વધુ સાંસદોએ મને રૂબરૂ મળીને અથવા પત્ર લખીને ઉપવાસ છોડવા માટે વિનંતી કરી હતી. આ નિર્ણય વિવિધ શરતો પર લાંબી વાટાઘાટો અને દેશમાં સંભવિત હિંસા અટકાવવાની બાબતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હું ખૂબ જ ટૂંક સમયમાં એક અલગ વીડિયો દ્વારા આ શરતો વિશે વિગતવાર માહિતી આપીશ. તે દરમિયાન, હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે અત્યંત સતર્ક રહો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.