બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / રાજ્યમાં 7 નેશનલ હાઈવે, 1207 રસ્તા બંધ કરાયા

આફતનો વરસાદ / રાજ્યમાં 7 નેશનલ હાઈવે, 1207 રસ્તા બંધ કરાયા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:17 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના પગલે વાહનવ્યવહારને મોટાપાયે અસર થઇ છે. રાજ્યના 1207 જેટલાં રસ્તાઓ બંધ હાલતમાં છે. તેમજ 7 નેશનલ હાઈવે પર હાલ વાહનવ્યવહાર બંધ કરાયો છે.

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના પગલે વાહનવ્યવહારને મોટાપાયે અસર થઇ છે. રાજ્યના 1207 જેટલાં રસ્તાઓ બંધ હાલતમાં છે. તેમજ 7 નેશનલ હાઈવે પર હાલ વાહનવ્યવહાર બંધ કરાયો છે. વલસાડના 3, તાપી-ભરૂચ, છોટાઉદેપુર અને નવસારીનો 1-1 નેશનલ હાઈવે બંધ કરાયા છે. 23 સ્ટેટ હાઈવે અને 1109 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરાયા છે.

રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસદાને પગલે પાણી રસ્તા પર ફરી વળ્યા છે. જેને પગલે રાજ્યના 1207 રસ્તા બંધ હાલતમાં છે. વાહનચાલકો-સ્થાનિકોને હાલાકી પડી રહી છે. વલસાડ જિલ્લાના કુલ 478 રસ્તાઓ તેમજ નવસારી જિલ્લાના 256 રસ્તા બંધ કરાયા છે.

ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવી જતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકોને પણ રસ્તા બંધ થતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, નાગરિકોની સલામતી રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વરસાદની આગાહી / સુરતીઓ સાચવજો, હજુ 24 કલાક ભારે સંકટ, અતિભારે વરસાદનું રેડ એલર્ટ

રાજ્ય સરકારે બચાવ કામગીરી તેજ બનાવી છે. વલસાડ જિલ્લામાં 12 હજારથી વધુ અને નવસારી જિલ્લામાં 10 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત વલસાડમાં 200થી વધુ અને નવસારીમાં 50થી વધુ લોકોને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Rain Valsad Rain Gujarat Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ