બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ICC એ WTC ફાઈનલ પર લગાવી મહોર: 9 જૂનથી શરૂ થશે ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો જંગ
Last Updated: 04:25 PM, 23 July 2026
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ વર્ષ 2027 માં રમાનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ચોથી આવૃત્તિના ફાઈનલ મુકાબલાની તારીખો અને સ્થળ (વેન્યુ) ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ક્રિકેટ ઈતિહાસનો આ ચોથો WTC ફાઈનલ મુકાબલો લંડન સ્થિત ઐતિહાસિક 'ધ ઓવલ' (The Oval) મેદાન પર રમાશે. ICC એ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે WTC 2025-27 સાયકલની આ ફાઈનલ મેચ 9 જૂનથી 13 જૂન 2027 દરમિયાન યોજાશે.
ADVERTISEMENT
The countdown is on 👀
— ICC (@ICC) July 23, 2026
The venue and dates for the #WTC27 Final have been locked in 🏏https://t.co/Ee62S7i8uA
ADVERTISEMENT
અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જાહેરાત કરી હતી કે આગામી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચોનું આયોજન ઈંગ્લેન્ડમાં જ કરવામાં આવશે. તેનો અર્થ એ થાય છે કે 2027, 2029 અને ત્યારબાદ 2031 નો WTC ફાઈનલ પણ ઈંગ્લેન્ડના મેદાનો પર જ રમાશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રમાયેલી ત્રણેય WTC ફાઈનલ મેચોની યજમાની પણ ઈંગ્લેન્ડે જ કરી હતી. આ પહેલાં 2023 નો WTC ફાઈનલ પણ 'ધ ઓવલ' ના મેદાન પર જ રમાયો હતો, જ્યાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટક્કર થઈ હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનના મોટા અંતરથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારતીય ટીમ 2021 માં ન્યૂઝીલેન્ડ સામે અને 2023 માં ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી વાર WTC ફાઈનલ હારી ગઈ હતી.
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2027 ના ફાઈનલમાં કઈ બે ટીમો સામસામે ટકરાશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ વર્તમાન પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયન ટીમ ખૂબ જ સારા પોઈન્ટ્સ અને માર્જિન સાથે ટોચ પર બિરાજમાન છે. કાંગારૂ ટીમ સતત બીજી વાર ફાઈનલ રમવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બીજા અને ત્રીજા સ્થાન પર અનુક્રમે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમો છે, જેઓ ફાઈનલમાં પહોંચવા માટે ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે.
આ પણ વાંચોઃ પેપર લીક કરનારાઓ હવે નહીં બચે! PM મોદીએ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત, ઝડપથી મળશે કડક સજા
ADVERTISEMENT
બીજી તરફ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિતની ટીમો માટે ફાઈનલનો રસ્તો મુશ્કેલ જણાાઈ રહ્યો છે. ખાસ કરીને 2021 અને 2023 માં ફાઈનલ રમનારી ટીમ ઈન્ડિયા હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. ભારતે જો WTC ફાઈનલની ટિકિટ મેળવવી હોય તો આગામી તમામ ટેસ્ટ શ્રેણીઓમાં જીત મેળવવી અનિવાર્ય બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.