બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Stock Market Today: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ તૂટ્યો તો નિફ્ટી 24,000ની નીચે સરકી
Last Updated: 11:21 AM, 23 July 2026
ભારતીય શેરબજારમાં ગુરુવારે નબળી શરૂઆત જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને રોકાણકારોની સાવધાનીના કારણે બજાર દબાણ હેઠળ રહ્યું. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 350થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 24 હજારની સપાટીની નીચે સરકતી જોવા મળી. કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ વચ્ચે રોકાણકારોની નજર હવે બજારની આગામી ચાલ પર ટકેલી છે.
ADVERTISEMENT
ગુરુવારે BSE સેન્સેક્સ 350.99 પોઈન્ટના ઘટાડા સાથે 76,404.06ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ NSE નિફ્ટી 92.25 પોઈન્ટ ઘટીને 23,904.00 પર પહોંચી ગઈ હતી. શરૂઆતી કલાકોમાં બેન્કિંગ, IT અને ઓટો સેક્ટરના શેરોમાં દબાણ જોવા મળ્યું. જેના કારણે મુખ્ય સૂચકાંકો પર નકારાત્મક અસર પડી હતી.
ADVERTISEMENT
અમેરિકા અને એશિયાના કેટલાક બજારોમાંથી મળેલા નબળા સંકેતોનો પ્રભાવ ભારતીય બજાર પર પણ જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે વ્યાજદર, મોંઘવારી અને ભૂરાજકીય પરિસ્થિતિને લઈને રોકાણકારોમાં અનિશ્ચિતતા યથાવત છે.આ કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે જે ભારતીય બજાર પર દબાણ ઊભું કરી રહ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 13 કર્મચારીઓ બન્યા કરોડપતિ! SBI ફંડ્સના IPOએ રાતોરાત કિસ્મત બદલી કાઢી
ADVERTISEMENT
શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન IT, ફાઇનાન્સિયલ સર્વિસિસ, મેટલ અને ઓટો શેરોમાં નબળાઈ જોવા મળી હતી. કેટલાક મોટા શેરોમાં થયેલી વેચવાલીના કારણે બજાર નીચે સરક્યું. જોકે FMCG અને ફાર્મા સેક્ટરના કેટલાક શેરોએ મર્યાદિત ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં મુખ્ય સૂચકાંકોને ગ્રીન ઝોનમાં લાવવામાં સફળતા મળી નહોતી.
ADVERTISEMENT
હાલમાં અનેક મોટી કંપનીઓ તેમના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કરી રહી છે. બજારની આગામી દિશા નક્કી કરવામાં આ પરિણામો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો કંપનીઓના પરિણામો અપેક્ષા કરતાં સારા આવશે તો બજારમાં ફરી ખરીદીનો માહોલ બની શકે છે. જ્યારે નબળા પરિણામો બજાર પર વધુ દબાણ લાવી શકે છે.
ADVERTISEMENT
બજાર નિષ્ણાતોના મતે ટૂંકા ગાળામાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે ગુણવત્તાયુક્ત શેરોમાં લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.