બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / ગાંધીનગરના સમાચાર / રાજ્યના 11 જિલ્લા માટે રેડ એલર્ટ, અમદાવાદ સહિત 27 જિલ્લાને ઘમરોળશે વરસાદ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31 અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં માત્ર રાતના 1થી સવારે 6 વાગ્યા દરમિયાન 17.44 ઇંચ વરસાદ નોંધાયો. શહેરમાં પાણી ભરાતા મોંઘી કારો ડૂબી ગઈ અને ફસાયેલા લોકોનું બોટથી રેસ્ક્યૂ કરાયું.
સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડી નજીકના 2,244 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
જાણો ગુજરાતમાં વરસાદની સ્થિતની પળપળની અપડેટ
વડોદરા સ્ટેશને ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ
July 23, 2026 15:54
વલસાડ-વાપીમાં ભારે વરસાદથી મુંબઈ-અમદાવાદ ટ્રેનો બંધ
ટ્રેનો રદ થતાં વડોદરા સ્ટેશને ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ
માહિતી આપવા રેલવેએ સ્ટેશને હેલ્પ ડેસ્ક મૂક્યુ
હેલ્પ ડેસ્ક પરથી યોગ્ય માહિતી ન મળતી હોવાનો આરોપ
ટિકિટના નાણાં પરત મેળવવા મુસાફરોની ભારે રઝળપાટ
રેલવે કર્મચારીઓ અયોગ્ય જવાબો આપતા હોવાની
ફરિયાદ
બસ-ટેક્સી ચાલકોએ ભાડા વધારી લૂંટ ચલાવી
આગળની કનેક્ટિવિટી માટે મુસાફરો સુરત પહોંચવા મજબૂર
કોઈ સુવિધા ન મળતાં પરિવારો સ્ટેશન પર જ રોકાયા
નદીઓમાં ઘોડાપૂર,હાઇવે બંધ
July 23, 2026 15:50
દક્ષિણ ગુજરાતની તાપીથી લઈને વાપી સુધીને તમામ નદીઓમાં ઘોડાપૂર તમામ હાઇવે બંધ નેશનલ હાઈવે બંધ ટ્રેન વ્યવહાર બંધ જિલ્લાની ગંભીર પરિસ્થિતિના પગલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે જેને લઇને સમગ્ર નવસારી દક્ષિણ ગુજરાતનું તંત્ર કામે લાગ્યું છે.. નવસારી જિલ્લાની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી તેમજ નાળા મંત્રી આવી રહ્યા હોય જેને લઈને જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમથી માહિતી એકઠી કરીને તૈયારીઓ કરી રહ્યા છે જિલ્લામાંથી ૩૦૦૦ હજાર લોકોની સ્થળાંતર કરવામાં આવ્યું છે બે sdrf ની ટીમ રેસ્ક્યુ માં જોતરાઈ છે હાલ સુરતથી ndrf ની ટીમ પણ રવાના થઈ ગઈ છે નજીક ના કલાકો માં સ્થિતિ થાળે પડે તે માટે કંટ્રોલ રૂમ માં એકશન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે
વલસાડમાં અત્ર તત્ર સર્વત્ર પાણીનું સામ્રાજ્ય
July 23, 2026 15:24
વલસાડના ઉમરગામમાં વરસાદનો રેકોર્ડ,છેલ્લા બે દિવસમાં અંદાજે 50 ઇંચ વરસાદ ખાબક્યો. ઉમરગામના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ.
ઉમરપાડામા 13 ઈંચ, ખેરગામમાં 11 ઈંચ વરસાદ
July 23, 2026 15:18
રાજ્યામાં છેલ્લા બે કલાકમાં 130 તાલુકાઓમાં વરસાદ
બે કલાકમાં ખેડાના મહેમદાવાદ તાલુકા માં 6 ઈંચ થી વધુ વરસાદ
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા માં 5.5 ઈંચ વરસાદ
સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 182 તાલુકાઓમાં વરસાદ
સુરતના ઉમરપાડા તાલુકા માં સૌથી વધુ 13 ઇંચ વરસાદ
નવસારીના ખેરગામ તાલુકા માં 11 ઇંચ વરસાદ
ઓલપાડના કુડસદ ગામે કાર તણાઈ
July 23, 2026 14:52
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓલપાડના કુડસદ ગામે કાર તણાઈ. કુડસદની સ્થાનિક ખાડીમાંમાંથી કાર પસાર કરવા જતાં ફસાઈ. સ્થાનિકો દ્વારા ટ્રેકરક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી. ઘટનામાં કાર ચાલકનો થયો બચાવ
સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ
July 23, 2026 14:52
સુરતમાં ભારે વરસાદનાં પગલે કીમ નદીમાં પાણીની ભારે આવક, માંગરોળના મોટા બોરસરા ગામ નજીક કીમ નદીના પાણી બેરલ બ્રીજ પર ફરી વળ્યાં. મોટા બોરસરા ગામના બેરલ બ્રીજ પર કીમ નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ. સ્થાનિકોએ સુરક્ષાના ભાગ રૂપે બેરીકેટ મૂકી રસ્તો બંધ કર્યો
સુરતમાં ભારે વરસાદથી ખાડી ઓવરફ્લો
July 23, 2026 14:44
ખાડી વિસ્તારના ગામોમાં પાણી ઘુસ્યા કુંભારીયા ગામની અંદર અનેક ઘરો પાણીમાં ગરકાવ ગામના રહીશો પાણી વચ્ચે થયા કેદ થયા. ગામના આરોગ્ય કેન્દ્ર ,શાળા અને પાલિકા વોર્ડ ઓફિસમાં પણ પાણી, ખાડીના જળ સ્તરમાં વધારો થતા ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો.
ભારે વરસાદને પગલે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
July 23, 2026 14:28
ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને વિગતો મેળવી છે. વડાપ્રધાનશ્રીએ ભારે વરસાદને કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થતિ માં કેન્દ્ર સરકાર તરફથી બચાવ રાહત અને સલામતીના પગલાંઓમાં સંપૂર્ણ મદદ ની ખાતરી આપી છે.
સુરતમાં ભારે વરસાદ પગલે પૂરની સ્થિતિ
July 23, 2026 13:44
બારડોલી તાલુકામાં પસાર થતી મીંઢોલા નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા. બારડોલી નગરના કોટ વિસ્તારમાં 50થી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા. તંત્ર દ્વારા તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આખા ઘરો જ પાણીમાં ડૂબી જતા ઘરવખરી ને મોટું નુકસાન. હજુ પણ મીઢોળા નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં કફોડી સ્થિતિ
July 23, 2026 13:32
અમદાવાદના કોમર્સ 6 રોડ પર ભારે વરસાદ બાદ રસ્તો સંપૂર્ણપણે બંધ, વરસાદી પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા, પોલીસની PCR વાન પણ પાણી ભરાયેલા રસ્તા વચ્ચે અટવાઈ ગઈ
સુરતનું સારોલી પોલીસ સ્ટેશન સંપર્ક વિહોણું
July 23, 2026 13:29
15 જ દિવસમાં ફરી સારોલી ગામમાં આવ્યા પુર, સારોલી પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ. પોલીસ સ્ટેશન જવાના રસ્તે છ થી સાત ફૂટ પાણી ભરાયા
એસટીની 200 ટ્રીપ બંધ
July 23, 2026 13:02
ભારે વરસાદને પગલે 200 ST બસની ટ્રીપ બંધ કરવામાં આવી છે. સુરતમાં NDRFની 3 અને વલસાડમાં 2 ટીમ તૈનાત છે, જ્યારે વલસાડમાં વધુ એક ટીમ મોકલાઈ રહી છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી દક્ષિણ ગુજરાત અને અમદાવાદની સ્થિતિની સમીક્ષા કરી છે. એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. દરમિયાન તાપીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.
24 કલાકમાં 43 ઈંચ વરસાદ
July 23, 2026 13:02
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. વલસાડ, તાપી અને સુરતમાં ગઈકાલથી રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ પડ્યો છે. ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 43 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. SDRF અને NDRFની ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી અત્યાર સુધીમાં 1,200 લોકોને બચાવ્યા છે, જ્યારે સુરતમાં 1,500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વલસાડ, ભરૂચ, સુરતમાં જબરજસ્ત વરસાદ
July 23, 2026 12:30
છેલ્લા બે કલાક માં ભરૂચ ના નેત્રંગ માં 4 ઇંચ થી વધુ વરસાદ
મહેસાણાના બેચરાજી માં બે કલાક માં 4 ઈંચ વરસાદ
સુરતના ઉમરપાડા તાલુકામાં બે કલાક માં ૩ ઈંચ વરસાદ
સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી 179 તાલુકાઓ માં વરસાદ
સુરતના ઉમરપાડા માં સૌથી વધુ 11 ઇંચ વરસાદ
વલસાડના ઉમરગામ માં 10 ઇંચ વરસાદ
અમદાવાદનો શાહીબાગ અંડરપાસ બંધ, આખું શહેર પાણીમાં
July 23, 2026 12:20
વહેલી સવારથી ભારે વરસાદને કારણે શાહીબાગ અંડરપાસ બંધ કરાયો. સ્ટર્લિંગ સિટી સેક્ટરમાં બંગલાઓમાં વરસાદના પાણી ઘૂસ્યા. લૉ ગાર્ડન વિસ્તાર પણ પાણીમાં. નોકરિયાત લોકો રસ્તા પર ફસાયા.
સુરેન્દ્રનગરમાં વરસાદથી 100થી વધુ વાહનો બંધ પડ્યા
July 23, 2026 12:11
સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદે અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા 100 થી વધુ વાહનો બંધ પડ્યા. માત્ર એક ઇંચ વરસાદમાં શહેરનો અંડર બ્રિજ બંધ થઈ ગયો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ
સુરત, ડાંગ, તાપીમાં વરસાદનો કહેર.
July 23, 2026 11:50
તાપીમાં નેશનલ હાઈવે 56 પાણીમાં ગરકાવ થયો. શાળા-કોલેજોમાં રજા જાહેર. ડાંગમાં પણ ભારે વરસાદથી માંમોડીનો કોઝવે ઓવરફ્લો. બારીપાડા, મામોડી ગામ સંપર્કવિહોણા બન્યા. સુરતના ઉમરપાડામાં પણ વરસાદથી રસ્તા બંધ
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે CM એક્શનમાં
July 23, 2026 11:30
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પોહોંચ્યા, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા પણ ઉપસ્થિત
અંબાલાલની ભયાનક આગાહી
July 23, 2026 11:30
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી 48 કલાકમાં અતિભારે ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લીના કેટલાં ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ, અમદાવાદના પૂર્વ અને ગાંધીનગર ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે, અમદાવાદના પશ્ચિમ અને અમદાવાદના શહેરી વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા, દક્ષિણ ગુજરાતમાં નવસારી આસપાસના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે
જીવ બચાવવા લોકો બસ પર ચડ્યા
July 23, 2026 11:18
સુરતથી મહારાષ્ટ્ર જતી 36 મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ, મુસાફરો જીવ બચાવવા માટે બસની છત પર ચડ્યા. વલસાડના અંભેટી પાસે બની ઘટના.
અમદાવાદમાં પાણી ભરાવાની શરૂઆત
July 23, 2026 10:53
અમદાવાદમાં સવારથી ભારે વરસાદને પગલે અખબાર નગર, મીઠાખળી અને મકરબા અંડરપાસ બંધ કરવામાં આવ્યા.
નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે બીલીમોરા પોલીસનું માનવતાભર્યું રેસ્ક્યૂ
July 23, 2026 10:47
નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. બીલીમોરા પોલીસના જવાનોએ ઊંડાજ ગામમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઠાકોરે એક બાળકને ખોળામાં ઊંચકી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો, જ્યારે અન્ય લોકોને પણ પાણીમાંથી બહાર લાવવામાં મદદ કરી. પોલીસની આ નિષ્ઠા અને માનવતાભરી કામગીરીની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે બીલીમોરા પોલીસનું માનવતાભર્યું રેસ્ક્યૂ, કોન્સ્ટેબલે બાળકને ખોળામાં ઊંચકી બચાવ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. બીલીમોરા પોલીસના જવાનોએ ઊંડાજ ગામમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત… pic.twitter.com/6L0iPt3EKl
ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત વરસાદમાં જળબંબાકાર
July 23, 2026 10:40
ભારે વરસાદથી ભરૂચના, નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. બેડા કંપનીથી થવા આશ્રમ જતો મુખ્ય માર્ગ કમર સમા પાણીમાં ગરકાવ થયો. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મંડાળા, ખાબજી, ખામ અને ગારદા સહિત અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો. વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને ગ્રામજનો અવરજવર માટે અટવાયા. પરિસ્થિતિની ગંભીરતાને પગલે NDRFની ટીમ થવા વિસ્તારમાં તૈનાત કરાઈ. જિલ્લા વહીવટીતંત્રે પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી. નીચાણવાળા વિસ્તારોના લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ. વરસાદ યથાવત રહેતાં આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
ગુજરાત માટે આગામી 3 કલાક ભારે
July 23, 2026 10:36
દ. ગુજરાત, મ. ગુજરાત, સૌરાષ્ટ્રના 17 જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી, અમદાવાદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, ખેડામાં ભારે વરસાદની શક્યતા
ગુજરાત માટે આગામી ૩ કલાક ભારે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 23, 2026
દ. ગુજરાત, મ. ગુજરાત, સૌરાષ્ટ્રના 17 જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી, અમદાવાદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, ખેડામાં ભારે વરસાદની શક્યતા, અમદાવાદમાં પણ રેડ એલર્ટ#GujaratRain #Ahmedabad #RedAlert #IMD #WeatherUpdate #GujaratNews #VTVDigital pic.twitter.com/S7szSB71XB
નવસારીમાં ભારે વરસાદના કારણે પુર્ણાનદી ગાંડીતુર
July 23, 2026 10:35
શહેરના 15 થી વધુ વિસ્તારમાં પૂર્ણાનદીના પાણી ઘૂસી ગયા, ગધેવાન, હિદાયત નગર, શાંતાદેવી, ભેસ્તખડા રંગૂન નગર, રુસ્તમવાડી, મિથિલા નગરી , રિંગરોડ, ગાંધીનગર સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી, પૂર્ણા ભયજનક થી પર આવતા નવસારી મનપાના નીચાણવાળા વિસ્તારના રહીશોનું સ્થળાંતર શરૂ, મનપાએ શાળામાં તમામ અસરગ્રસ્તોને સહારો મળે તેવી વ્યવસ્થાઓ ગોઠવી, શહેરમાં પાણી આવવાથી 50 લોકો પ્રભાવિત
વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જ આશરે 4 ઇંચ વરસાદ
July 23, 2026 10:26
સુરત શહેરમાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. આજે વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જ આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જ્યારે અન્ય ખાડીઓ પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે સુરતમાં ખાડી કિનારે રહેતા 2,244 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી સ્થળોએ રાહત કામગીરી તેજ કરવામાં આવી છે.
Gujarat Rain LIVE Update
July 23, 2026 10:26
હવામાનની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક તાલુકાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 35.67 ઇંચ વરસાદ નોંધાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઉમરગામમાં માત્ર મધરાત બાદ રાત્રે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન જ 17.44 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ
July 23, 2026 10:26
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં પણ ઉમરગામમાં સૌથી વધુ અંદાજે સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, ગઈકાલથી અત્યાર સુધીમાં ઉમરગામમાં કુલ 36 ઇંચ જેટલો વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉમરગામ શહેરમાં રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતું જોવા મળ્યું છે. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકો ફસાઈ જતા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર અને બચાવ ટીમો દ્વારા બોટની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલુ છે.
ત્રણ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના
July 23, 2026 10:26
હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.