બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / IPL News / IPL 2026 Final : RCB ફરી IPL ચેમ્પિયન, વિરાટે ફટકારી અણનમ અડધી સદી
IPL 2026ની ફાઈનલ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ બદલાવ કર્યો નથી.ટૉસ હાર્યા પછી GT કેપ્ટન ગિલે કહ્યું કે જો તે ટૉસ જીત્યા હોત તો તે પહેલા બેટિંગ કરત. GTએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. આર.સાઈ.કિશોરના સ્થાને અરશદ ખાન પરત ફર્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ પાસે બીજી વખત ટાઇટલ જીતવાની તક છે. બેંગલુરુએ ગયા વર્ષે પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે ગુજરાત 2022માં પોતાની પહેલી સીઝનમાં જ ચેમ્પિયન બન્યું હતું.
IPL ફાઈનલમાં બેંગલુરુએ જીત્યો ટોસ, ગુજરાત ટાઈટન્સની પહેલા બેટિંગ, પ્લેઈંગ-11માં મોટો ફેરફાર
RCB ફરી IPL ચેમ્પિયન, વિરાટે ફટકારી અણનમ અડધી સદી
May 31, 2026 23:23
RCB ફરી IPL ચેમ્પિયન, વિરાટે ફટકારી અણનમ અડધી સદી
RCB સતત બીજી વખત IPL જીતવાની નજીક
May 31, 2026 23:16
RCB સતત બીજી વખત IPL જીતવાની નજીક
RCB ને 5મો ફટકો, ટિમ ડેવિડ આઉટ
May 31, 2026 22:58
RCB ને 5મો ફટકો, ટિમ ડેવિડ આઉટ
વિરાટ કોહલીએ IPLમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી
May 31, 2026 22:50
વિરાટ કોહલીએ IPLમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી
Cometh the hour, cometh the King! 🫡
— IndianPremierLeague (@IPL) May 31, 2026
25-ball 5️⃣0️⃣ in on the grandest stage 👏👏
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/jsEIZuTDC2
રોયલ ચેલેન્જર્સે ચોથી વિકેટ ગુમાવી, કૃણાલ પંડ્યા આઉટ
May 31, 2026 22:39
રજત પાટીદાર પછી, હવે કૃણાલ પંડ્યા આઉટ થયો છે. તે રાશિદ ખાન દ્વારા LBW આઉટ થયો છે. તેણે ફક્ત 1 રન બનાવ્યો.
પાટીદાર આઉટ
May 31, 2026 22:35
રજત પાટીદાર આઉટ થયો. રાશિદ ખાને બીજા બોલે તેને આઉટ કર્યો. મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા, તે રબાડાના હાથે કેચ આઉટ થયો. ગુજરાત માટે ત્રીજી વિકેટ.
RCB ને બીજો ફટકો, દેવદત્ત પડિકલ આઉટ
May 31, 2026 22:18
બીજી વિકેટ પડી ગઈ છે. રબાડાએ દેવદત્ત પડિકલને કેચ આઉટ કરાવ્યો છે. અરશદ ખાને થર્ડ મેન પર શાનદાર કેચ પકડ્યો છે. તેણે હમણાં જ 1 રન બનાવ્યો છે.
RCB ને પહેલો ઝટકો લાગ્યો, વેંકટેશ ઐયર 32 રને આઉટ થયો
May 31, 2026 22:13
મોહમ્મદ સિરાજે ગુજરાત ટાઇટન્સને પહેલી સફળતા અપાવી જ્યારે વેંકટેશ ઐયર મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કાગીસો રબાડાએ તેનો કેચ પકડ્યો.
RCB નું 'વિરાટ' પ્રદર્શન
May 31, 2026 22:09
RCBનો સ્કોર ફક્ત 21 બોલમાં પચાસને પાર કરી ગયો. રબાડાની ઓવરમાં વિરાટ કોહલીએ સતત ચાર બાઉન્ડ્રી ફટકારી, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો.
વિરાટના બે ચોગ્ગા
May 31, 2026 22:03
વિરાટ કોહલીએ હવે પોતાના હાથ ખોલ્યા. તેણે સિરાજના બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા. અદ્ભુત બેટિંગ. વેંકટેશ ઐયરે સિરાજની ઓવરમાં પણ એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં ૧૩ રન બન્યા.
રબાડાનો પરાજય
May 31, 2026 22:03
કાગીસો રબાડાની પહેલી ઓવર ઘણી મોંઘી સાબિત થઈ. વેંકટેશ ઐયરે તેની ઓવરમાં ૧૮ રન આપ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. ઈજાગ્રસ્ત હોવા છતાં, તે છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં સફળ રહ્યો.
સિરાજનો શાનદાર ઓવર
May 31, 2026 21:52
મોહમ્મદ સિરાજનો શાનદાર ઓવર. ફક્ત પાંચ રન આપ્યા. વેંકટેશ ઐયરને મુક્તપણે રમવા દીધા નહીં.
વિરાટ અને વેંકટેશ ઐયર ઓપનિંગ કરવા આવ્યા
May 31, 2026 21:48
વિરાટ કોહલી અને વેંકટેશ ઐયર ઇનિંગની શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. બંને ખેલાડીઓ સારા ફોર્મમાં છે. મોહમ્મદ સિરાજ પહેલી ઓવર ફેંકશે. RCB ને સતત બીજી વખત IPL જીતવા માટે 156 રન બનાવવા પડશે
IPL 2026 સમાપન સમારોહ
May 31, 2026 21:44
IPL 2026 ના સમાપન સમારોહની શરૂઆત થઈ ગઈ છે. કૈલાશ ખેર શિવ તાંડવ સ્તોત્રમ ગાતા અદભુત પ્રદર્શન કરે છે.
Grooving to unmatched energy 🎶
— IndianPremierLeague (@IPL) May 31, 2026
A magical Mid-Innings performance by Kailash Kher in Ahmedabad ✨
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/l4kPk9BsNC
ગુજરાતે ફાઈનલમાં બેંગલુરુને જીત માટે આપ્યો 156 રનનો ટાર્ગેટ
May 31, 2026 21:23
RCBના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતને 20 ઓવરમાં 155 રન સુધી જ સીમિત રાખ્યું અને હવે બેંગલુરુને જીત માટે 156 રનનો લક્ષ્યાંક મળ્યો
ગુજરાતનો સ્કોર 150 ને પાર, રાશિદ ખાન આઉટ
May 31, 2026 21:17
રાશિદ ખાને 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી. પરંતુ બીજા જ બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. તે શોર્ટ બોલ પર કેચ આઉટ થયો. તેણે 7 રન બનાવ્યા.
ગુજરાતને મોટો ઝટકો, જેસન હોલ્ડર થયો આઉટ
May 31, 2026 21:11
ભુવનેશ્વર કુમાર માટે વધુ એક સફળતા. તેણે જેસન હોલ્ડરને શાનદાર બાઉન્સરથી આઉટ કર્યો. જોશ હેઝલવુડે શાનદાર કેચ પકડ્યો. હોલ્ડર ફક્ત 7 રન બનાવી શક્યો.
રાહુલ તેવટિયા આઉટ
May 31, 2026 20:58
ગુજરાત ટાઇટન્સની છઠ્ઠી વિકેટ પડી. 7 રન બનાવ્યા. રજત પાટીદારે શાનદાર કેચ પકડ્યો. રસિક સલામ દારે વધુ એક સફળતાનો ઉમેરો કર્યો.
તેવતિયા-સુંદર જોડી પાસેથી અપેક્ષાઓ
May 31, 2026 20:55
16 ઓવર પછી, ગુજરાતનો સ્કોર 115 રન છે. તેવતિયા અને સુંદર ક્રીઝ પર છે. ભુવીની ઓવરમાં તેવતિયાએ શાનદાર બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાંથી ૧૦ રન આવ્યા.
અરશદ ખાનની બેટિંગ
May 31, 2026 20:38
અરશદ ખાન 6 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો છે. તેને જોશ હેઝલવુડે આઉટ કર્યો છે. 14.1 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 5 વિકેટના નુકસાન સાથે 99 રન છે.
ગુજરાતને ચોથો ફટકો
May 31, 2026 20:35
ગુજરાત ટાઇટન્સ માટે મોટો ફટકો. જોસ બટલરને કૃણાલ પંડ્યાએ સ્ટમ્પ આઉટ કર્યો. તે 19 રન બનાવીને આઉટ થયો. તેણે આગળ શોટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૃણાલે વાઈડ યોર્કર ફેંક્યો. જીતેશ શર્માએ કોઈ ભૂલ કરી નહીં.
વોશિંગ્ટન માંડ માંડ બચી ગયું
May 31, 2026 20:24
10મી ઓવરના છેલ્લા બોલ પર કેચ લેવાને લઈને વિવાદ શરૂ થયો. જોર્ડન કોક્સે ડફીની બોલિંગ પર કેચ લીધો અને ત્રીજા અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો. ત્યારબાદ રજત પાટીદારે અમ્પાયર સાથે દલીલ કરવાનું શરૂ કર્યું.
ગુજરાતની હાલત ખરાબ
May 31, 2026 20:20
ગુજરાત ટાઇટન્સે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 59 રન બનાવી લીધા છે. આરસીબી મેચ પર મજબૂત નિયંત્રણ ધરાવે છે, જેનો ઉદ્દેશ્ય ગુજરાતને 150 થી ઓછા રનમાં રોકવાનો છે.
નિશાંત સિંધુ આઉટ
May 31, 2026 20:16
GTને ત્રીજો ઝટકો , નિશાંત સિંધુ 20 રન બનાવીને આઉટ
ગુજરાત ટાઇટન્સ દ્વારા નબળી બેટિંગ
May 31, 2026 20:10
ગુજરાત ટાઇટન્સ પાવરપ્લેમાં ફક્ત 45 રન બનાવી શક્યું. શુભમન ગિલ અને સાઈ સુદર્શન આઉટ થયા. હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે આરસીબી માટે સફળતાઓ પૂરી પાડી.
7 ઓવર બાદ સ્કોર
May 31, 2026 20:08
7 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 2 વિકેટના નુકસાન સાથે 50 રન
6 ઓવર બાદ સ્કોર
May 31, 2026 20:03
6 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 2 વિકેટના નુકસાન સાથે 45 રન
5 ઓવર બાદ સ્કોર
May 31, 2026 20:02
5 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 2 વિકેટના નુકસાન સાથે 39 રન છે
4 ઓવર બાદ સ્કોર
May 31, 2026 19:57
4 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 2 વિકેટના નુકસાન સાથે 30 રન છે
સાઇ સુદર્સન આઉટ
May 31, 2026 19:48
સાઈ સુધરસન ૧૨ રન બનાવીને આઉટ થયો. ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી
શુભમન ગિલ આઉટ
May 31, 2026 19:46
શુભમન ગિલ 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો છે. તેને જોશ હેઝલવુડે આઉટ કર્યો છે. 2.2 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 22 રન છે.
વિકેટના નુકસાન વગર 13 રન
May 31, 2026 19:40
1 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર કોઈ પણ વિકેટના નુકસાન વગર 13 રન છે. સાઈ સુદર્શન 5 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 1 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.
ક્રીઝ પર ગુજરાતનું રન મશીન
May 31, 2026 19:32
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની રન મશીન ભરાઈ ગઈ છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શન ક્રીઝ પર આવી ગયા છે.
બેંગલુરુએ ટૉસ જીત્યો
May 31, 2026 19:24
બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. તેણે જણાવ્યું કે, આ પીચ ખૂબ જ સારી દેખાઈ રહી છે. મને નથી લાગતું કે મેચ દરમિયાન આમાં કોઈ મોટો બદલાવ આવે, તેથી અમે પહેલા બોલિંગ પસંદ કરી છે. ગયા વર્ષની અહીં ઘણી યાદો જોડાયેલી છે, પરંતુ અમારું પૂરું ધ્યાન આ મેચ જીતવા પર છે.
🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.
— IndianPremierLeague (@IPL) May 31, 2026
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ
લાઇવ ટીવી
સૌથી વધુ વંચાયેલું
અન્ય લાઇવ અપડેટ
લાઈવ અપડેટ
બિહાર ચૂંટણી પરિણામ / બિહારમાં મોદી-નીતિશની જોડીએ કર્યો કમાલ, NDAની જંગી બહુમતી, વિપક્ષના સુપડા સાફ
લાઈવ અપડેટ
Asia Cup Updates / ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, ટીમ ઈન્ડિયાની સુપર-4 માં એન્ટ્રી