ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / તેલનો સ્ટોક કરી લેજો! તહેવારોમાં ભાવમાં આટલા રુપિયાના વધારાની શક્યતા, મગફળી ઓછી પાકી

ચિંતાજનક / તેલનો સ્ટોક કરી લેજો! તહેવારોમાં ભાવમાં આટલા રુપિયાના વધારાની શક્યતા, મગફળી ઓછી પાકી

Published By: Hiralal Parmar

Last Updated: 06:25 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં મોટા તહેવારો આવી રહ્યાં છે અને તેમાં તેલના ભાવમાં વધારાની શક્યતા છે માટે લોકોએ અત્યારથી સ્ટોક કરી લેવાની જરુર છે.

ADVERTISEMENT

આ વર્ષ મગફળીનો પાક ઓછો થયો હોવાથી આગામી સમયમાં સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે છે. હાલમાં સિંગતેલનો ડબ્બો 3,000ને પાર પહોંચીને 3080 રુપિયા પર પહોંચ્યો છે. સિંગતેલના ભાવ રૂ.3 હજારથી લઈને 3080 સુધી પહોચ્યાં છે. કપાસિયા તેલના ભાવ રૂ.2620થી 2680 સુધી પહોચ્યાં છે જ્યારે પામતેલના ભાવ રૂ.2315થી 2320 સુધી પહોચ્યાં છે.

ભાવ વધવાનું શું કારણ?

દિવાળી સુધી ખાદ્યતેલના ન ઘટવાની શક્યતા છે. ઓછા વરસાદને કારણે મગફળીનો પાક ઓછો થતાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

મગફળીનું ઉત્પાદન કેટલું થયું?

રાજ્યમાં ગત વર્ષે 62 લાખ ટન મગફળીનું ઉત્પાદન હતું. પરંતુ ચાલુ વર્ષે રાજ્યના ઘણા વિસ્તારોમાં અપૂરતો વરસાદ થયો હત તેમ છતાં અંદાજે 50.33 લાખ ટન મગફલીનું ઉત્પાદન થયું. આ ઉત્પાદન ચાલુ વર્ષે 2022-23 અને 2023-24ના વર્ષ કરતા પાંચ લાખ ટન વધારે છે. પરંતુ તે વર્ષોમાં આટલા ભાવમાં વધારો થયો નહોતો. જોકે, રાજ્યમાં સીંગતેલના ભાવ વધારો 3 વર્ષની સપાટીએ પહોંચ્યું છે.

સોયાબીન તેલના ભાવમાં પણ વધારાની સંભાવના

સિંગતેલ ઉપરાંત સોયાબીન તેલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વેપારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બજારમાં અલગ-અલગ ગુણવત્તા અને બ્રાન્ડ પ્રમાણે તેલના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. તેથી ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ભાવની સરખામણી કરવી જરૂરી બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

groundnut oil price hike oil price hike Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ