ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના પીરાણામાં ગટરમાં પડેલી બાળકીના અવશેષો સાબરમતી મળ્યાંની આશંકા, FSL તપાસ પછી પુષ્ટિ
Last Updated: 03:15 PM, 20 October 2026
ADVERTISEMENT
અમદાવાદના પીરાણામાં ડ્રેનેજમાં બાળકી પડવાના મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. ફાયર વિભાગની તપાસ દરમિયાન શંકાસ્પદ અવશેષો મળ્યા છે. સાબરમતી નદીમાંથી મળી આવેલા આવશેષો બાળકીના હોવાની આશંકા છે. મળી આવેલા અવશેષો ગુમ બાળકીના છે કે કેમ તે FSL તપાસ પછી ખુલાસો થશે.
ADVERTISEMENT
બાળકી 9 દિવસથી લાપત્તા
અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ખાબકેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) બાળકી મનીષા સાલતની શોધખોળ અને તપાસ તંત્ર દ્વારા ભારે વેગવંતી (તેજ) બનાવવામાં આવી છે. 10 ઓક્ટોબરના રોજ બનેલી આ હૃદયદ્રાવક ઘટનાને 9 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ફાયર બ્રિગેડની ટીમો સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : સ્પામાંથી ઉઘાડા પગે ભાગી છોકરી, નોકરી કરવા આવી હતી, માહોલ જોઈને થઈ ગઈ પરસેવે રેબઝેબ
સાબરમતી નદીના આઉટલેટ સુધી સર્ચ ઓપરેશન
ADVERTISEMENT
સાબરમતી નદીના આઉટલેટ સુધી વિસ્તૃત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનની ફેક્ટરીઓનું પાણી આવે છે. તેથી કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી આ લાઈનમાં છોડવામાં આવતું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) ની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક જનતા અને વિપક્ષ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ પણ ઉગ્ર બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો