ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ રિટર્ન આવતા ધડામ દઇને કાર વૃક્ષ સાથે અથડાઈ, 3 ખેલૈયાઓના કમકમાટીભર્યા મોત
Last Updated: 12:37 PM, 20 October 2026
ADVERTISEMENT
ગાંધીનગરના અડાલજ નજીક વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગરબા રમીને પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર મહારાજા હોટલ પાસે અચાનક બેકાબૂ બની વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, કારમાં બે યુવકો અને બે યુવતીઓ સહિત કુલ ચાર લોકો સવાર હતા. તેઓ ગાંધીનગરથી હાઇવે મારફતે અમદાવાદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન અડાલજ નજીક મહારાજા હોટલ પાસે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી વૃક્ષ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
અડાલજમાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા કાળ 3 ખેલૈયાઓને ભરખી ગયો #Adalaj #Gandhinagar #Road #Navratri #VTVDigital https://t.co/dcbScLrAHY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 20, 2026
ADVERTISEMENT
અકસ્મતને પગલે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ દમ તોડતાં આ અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ રીક્ષા પર કાળ બનીને ત્રાટક્યું અજાણ્યું વાહન, ચાલક સહિત વૃદ્ધ દંપતીનું દર્દનાક મોત
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કારચાલકે કાબૂ કેવી રીતે ગુમાવ્યો તે સહિતની વિગતો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ગરબા રમીને ખુશીથી પરત ફરી રહેલા ખેલૈયાઓ સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો