ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગરના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ક્રાઈમ / સુરેન્દ્રનગરના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Published By: Vishal Khamar
Reported By: Sachin Pithava

Last Updated: 06:44 AM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને એક જ હોસ્પિટલમાં દાખલ કરાયા. ઘટનાની જાણ થતાં DYSP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

ADVERTISEMENT

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં બંને પક્ષના 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

બંને પક્ષના ઈજાગ્રસ્તો એક જ હોસ્પિટલમાં દાખલ

અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને પક્ષના ઈજાગ્રસ્તોને એક જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું.

DYSP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં DYSP સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટ લૂંટ-મર્ડર કેસના આરોપીએ ક્રાઈમ બ્રાન્ચ પર કર્યો હુમલો, વળતા જવાબમાં PSIએ ગોળી ધરબી

પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

હાલમાં બંને જૂથ વચ્ચે થયેલી અથડામણને પગલે પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જોકે, અથડામણ પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી હજી સામે આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar News Panshina Village Clash Group Clash in Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ