ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 12 હજાર ફૂટની ઊંચાઈએ એર એમ્બ્યુલન્સનો અચાનક ખુલ્યો દરવાજો, બાંગ્લાદેશમાં ઇમરજન્સી લેન્ડિંગ, ભારતીય દર્દીનું મોત
Last Updated: 07:42 PM, 19 October 2026
ADVERTISEMENT
રવિવારે અગરતલાથી કોલકાતા જઈ રહેલી એક ભારતીય એર એમ્બ્યુલન્સને બાંગ્લાદેશમાં અણધારી લેન્ડિંગ કરાવવી પડી. ઉડાન દરમિયાન, લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ, વિમાનમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ અને તેનો દરવાજો થોડો ખુલી ગયો હતો ત્યાર બાદ ઈમરજન્સીના ભાગરુપે વિમાનને ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરફ વાળવામાં આવ્યું. વિમાનમાં એક બીમાર ભારતીય મહિલા પણ હતી. તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
વિમાનમાં 7 લોકો હતા સવાર
બીચક્રાફ્ટ કિંગ એર C90A વિમાન હતું જેમાંબે પાઇલટ, દર્દી, એક ડૉક્ટર, એક પેરામેડિક અને બે અન્ય કર્મચારીઓ સવાર હતા. કુલ સાત લોકો સવાર હતા. બાકીના બધા સુરક્ષિત છે. વિમાન સ્થાનિક સમય મુજબ બપોરે 1:40 વાગ્યે હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત રીતે ઉતર્યું. વિમાનમાં બે પાઇલટ, દર્દી, એક ડૉક્ટર, એક પેરામેડિક અને બે અન્ય કર્મચારીઓ સહિત સાત લોકો સવાર હતા.
ADVERTISEMENT
કોણ હતો દર્દી?
દર્દીની ઓળખ 56 વર્ષીય અંજના ભૌમિક તરીકે થઈ છે. તેણીને કુર્મિટોલા મલ્ટિકેર સ્પેશિયલાઇઝ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે વિમાનમાં સવાર અન્ય તમામ મુસાફરો સુરક્ષિત છે. મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી. તે પણ જાણી શકાયું નથી કે તેણીનું મૃત્યુ વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે થયું હતું કે અન્ય કોઈ તબીબી સમસ્યાને કારણે.
ADVERTISEMENT
દર્દીનું હોસ્પિટલમાં મોત
હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પ્રવક્તા મોહમ્મદ રિયાઝુદ્દીને જણાવ્યું હતું કે ઉડાન દરમિયાન વિમાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી, જેના કારણે દરવાજો ખુલી ગયો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી કમરુલ હસન તાલુકદારે જણાવ્યું હતું કે ભૌમિકનું રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજે 4:40 વાગ્યે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. વિમાનમાં જરૂરી આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ ક્લિયરન્સનો અભાવ હતો. તેમ છતાં, બાંગ્લાદેશી અધિકારીઓએ સહાય પૂરી પાડી અને માનવતાવાદી ધોરણે વિમાનને લેન્ડ કરવાની મંજૂરી આપી. ઢાકામાં ભારતીય ઉચ્ચ કમિશને પણ જરૂરી રાજદ્વારી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશી અધિકારીઓ સાથે સંકલન કર્યું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.