ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પત્ની સાથે આડા સંબંધો, મુન્દ્રામાં ડબલ મર્ડરથી મચી સનસની, 1 ઘાયલ, જાણો આખો મામલો

ક્રાઈમ / પત્ની સાથે આડા સંબંધો, મુન્દ્રામાં ડબલ મર્ડરથી મચી સનસની, 1 ઘાયલ, જાણો આખો મામલો

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 11:09 PM, 19 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુન્દ્રાના બારોઇ રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાછળ ડબલ મર્ડરથી સનસની મચી છે. મહિલા સાથે આડાસંબંધોની શંકાએ આ ખૂની ખેલાયો હતો.

ADVERTISEMENT

મુન્દ્રાના બારોઇ રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાછળ ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. આરોપી કોણ અને હત્યા પાછળનું કારણ શું? તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી.

સામસામી મારામારીમાં બેના મોત

શંકર ગઢવી અને પ્રકાશ સુથાર અદિપુરથી મુન્દ્રા આવ્યાં હતા, શંકર ગઢવીની પત્ની સાથે જયરાજ સરવૈયાને આડા સંબંધની શંકા રાખી મારામારી થઈ હતી. સામે સામે મારામારીની ઘટનામાં પ્રકાશ સુથાર જયરાજ સરવૈયાનું મોત થયું હતું. શંકર ગઢવીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરતના લીંબાયતમાં પણ ડબલ મર્ડર

સુરતના લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક પુત્રે માતા અને નાના ભાઈની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવાતાં ચકચાર મ ચી હતી. પરિવારમાં મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વહેલી સવારે આ જ બાબતને લઈને ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને મોટા પુત્રએ પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર અચાનક ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ હુમલામાં માતા અને નાના ભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. મૃતક માતા મલેશ્વરી અને નાના દીકરા રાજુની હત્યાથી તેલુગુ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

વધુ વાંચો : સ્પામાંથી ઉઘાડા પગે ભાગી છોકરી, નોકરી કરવા આવી હતી, માહોલ જોઈને થઈ ગઈ પરસેવે રેબઝેબ

મૃતક માતાને ₹60 હજાર ભાડું આવતું

મૃતક મલેશ્વરીના નામે ત્રણ દુકાનો, માસિક આશરે ₹60 હજાર ભાડું આવતું હતું. મિલકત ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાની બાબતે લાંબા સમયથી ઝગડો ચાલતો હતો. માતા મિલકતની વહેંચણી કરવા તૈયાર ન થતાં મોટા દીકરા શ્રીનિવાસે બંનેની હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kutch mundra kutch mundra crime Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ