ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રીક્ષા પર કાળ બનીને ત્રાટક્યું અજાણ્યું વાહન, ચાલક સહિત વૃદ્ધ દંપતીનું દર્દનાક મોત
Last Updated: 09:51 AM, 20 October 2026
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક અજાણ્યા વાહને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં વૃદ્ધ દંપતીનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, વૃદ્ધ પતિ પોતાની પત્નીને પાલનપુર ખાતે ડાયાલિસિસ કરાવવા માટે લઈ ગયા હતા. સારવાર બાદ બંને રિક્ષામાં બેસીને પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક પાછળથી આવેલા એક અજાણ્યા વાહને તેમની રિક્ષાને ટક્કર મારી હતી.
આ પણ વાંચોઃ ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસ આવશે અમદાવાદ, કરશે લોરેન્સની પૂછપરછ
ADVERTISEMENT
ટક્કર એટલી ગંભીર હતી કે આ અકસ્માતમાં રિક્ષાચાલક અને વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું હતું. એક તરફ પત્નીની સારવાર કરાવીને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ દંપતીનો રસ્તામાં જ કરુણ અંત આવ્યો, તો બીજી તરફ રિક્ષાચાલકે પણ જીવ ગુમાવતાં પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી. અકસ્માતને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો