ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળીમાં ચોરી-લૂંટ રોકવા અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન, બજારો અને મકાનો પર નજર

અમદાવાદ / દિવાળીમાં ચોરી-લૂંટ રોકવા અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન, બજારો અને મકાનો પર નજર

Published By: Vishal Khamar

Last Updated: 01:30 PM, 20 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર દરમિયાન ચોરી અને લૂંટ અટકાવવા અમદાવાદ પોલીસ સજ્જ. બજારો, આંગડિયા પેઢીઓ, જ્વેલર્સના શો-રૂમ, વાહનો અને ખાલી મકાનોની સુરક્ષા વધારાશે.

ADVERTISEMENT

દિવાળીના દીવા ઘરમાં અજવાળું કરે અને પરિવારના ચહેરા પર ખુશી લાવે, પરંતુ એક બેદરકારી આખા તહેવારની ખુશીને આંસુમાં ફેરવી શકે છે. વર્ષભરની મહેનતથી ભેગી કરેલી બચત, લગ્ન માટે સાચવી રાખેલા દાગીના અને પરિવારની યાદગીરી સમાન કીમતી વસ્તુઓ પર તસ્કરોની નજર હોય છે. દિવાળીના કાઉન્ટડાઉન વચ્ચે અમદાવાદ પોલીસ ચોરી અને લૂંટની વિવિધ મોડસ ઓપરેન્ડી પર ફુલસ્ટોપ લગાવવા એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. બજારોમાં ભીડ, આંગડિયા પેઢીઓમાંથી રોકડની હેરફેર, જ્વેલર્સના શો-રૂમ અને વેકેશનમાં ખાલી રહેતાં મકાનો પર ખાસ નજર રાખવામાં આવશે.

દિવાળીમાં લોકો પરિવાર સાથે ખરીદી કરવા અને વતનમાં જવા નીકળે છે ત્યારે તસ્કરો તકની રાહ જોતા હોય છે. કોઈ ગ્રાહક બનીને ભીડમાં ભળી જાય છે, કોઈ રોકડ લઈને નીકળતા વેપારીનો પીછો કરે છે તો કોઈ બંધ મકાનને નિશાન બનાવે છે. કારમાં ખરીદીનો સામાન મૂકીને નિશ્ચિંત થઈ જતા લોકો પણ ગઠિયાઓનાે ટાર્ગેટ બની શકે છે. આથી પોલીસની સતર્કતા સાથે નાગરિકોની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. પોલીસ દ્વારા બેઠકો યોજીને સુરક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે નાગરિકોને પણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવશે.

ભીડમાં ગ્રાહક બનીને આવતી ચોર ટોળકી પર નજર રખાશે

દિવાળી નજીક આવતાં લાલ દરવાજા સહિતનાં બજારોમાં ખરીદી માટે લોકોની અવરજવર વધે છે. આ ભીડમાં ચોર ટોળકીના સભ્યો ગ્રાહક બનીને પ્રવેશી શકે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે ખરીદી કરવા આવેલી વ્યક્તિઓ ભીડમાં પર્સ, મોબાઇલ અને દાગીનાની સુરક્ષા અંગે બેદરકાર ન બને તે જરૂરી છે. અગાઉ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલાં તત્ત્વો અને શંકાસ્પદ ટોળકીઓ પર સ્થાનિક પોલીસ નજર રાખશે. બજારોમાં પેટ્રોલિંગ વધારીને ચોરીની તક ઊભી ન થાય તે માટે પોલીસ સક્રિય રહેશે.

આંગડિયા પેઢીથી નીકળો ત્યારે સાવધાન રહેજો

દિવાળીના વેપાર દરમિયાન રોકડ અને સોના-ચાંદીની હેરફેર વધે છે. આંગડિયા પેઢીમાંથી મોટી રકમ લઈને નીકળતા વેપારીઓ પર લૂંટારાઓ નજર રાખી શકે છે. બાઇક પર પીછો કરીને અનુકૂળ સ્થળે લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડી સામે પોલીસ સતર્ક રહેશે. પેઢીઓની આસપાસ લાંબો સમય શંકાસ્પદ રીતે બેસી રહેતા લોકોની હિલચાલ પર નજર રાખવામાં આવશે. મોટી રકમની હેરફેર કરતી વખતે વેપારીઓએ શક્ય હોય ત્યાં સુધી સાથી વ્યક્તિને સાથે રાખવો અને માર્ગમાં બિનજરૂરી રોકાણ ટાળવું જોઈએ.

જ્વેલર્સના શો-રૂમથી સોસાયટી સુધી સુરક્ષાની કવાયત હાથ ધરાશે

જ્વેલર્સના શો-રૂમમાં હથિયાર બતાવી લૂંટ ચલાવવાની ઘટનાઓ રોકવા માટે સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બોપલ અને રામોલમાં અગાઉ બનેલી લૂંટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને શો-રૂમ સંચાલકોએ અજાણ્યા લોકોની શંકાસ્પદ હિલચાલને ગંભીરતાથી લેવી જરૂરી છે, બીજી તરફ ઘરફોડ ચોરી અટકાવવા પોલીસ માઇક્રો લેવલ પર આયોજન કરીને દિવસ અને રાતના સમયે પેટ્રોલિંગ કરશે. સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને સિક્યોરિટી ગાર્ડને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવશે.

જામીન પર છૂટેલાં તત્ત્વોથી લઈને કારના કાચ તોડતી ગેંગ સુધી દેખરેખ રહેશે

ચોરી અને લૂંટના કેસમાં જામીન પર છૂટેલા આરોપીઓની પ્રવૃત્તિઓ પર પણ પોલીસ નજર રાખશે. ક્રાઇમ બ્રાંચ દ્વારા જેલમાંથી બહાર આવેલાં તત્ત્વોની વિગતો એકત્રિત કરીને તેમની હિલચાલ પર ધ્યાન આપવામાં આવશે, બીજી તરફ ખરીદી માટે આવેલા લોકો કારમાં સામાન કે રોકડ મૂકીને જતા રહે ત્યારે ગઠિયાઓ કાચ તોડીને ચોરી કરી શકે છે. તેથી વાહનમાં કીમતી વસ્તુઓ ખુલ્લી દેખાય તેમ રાખવી નહીં. વાહન પાર્ક કર્યા પછી પણ આસપાસની હિલચાલ અંગે સાવચેત રહેવું જરૂરી છે.

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિ.ના તંત્ર સામે ગંભીર સવાલ, 70 વર્ષના વૃદ્ધા કેમ સ્ટ્રેચર ખેંચવા મજબૂર બન્યા?

દિવાળી પહેલાં આ સાત સાવચેતી રાખજો

- ઘર ખાલી મૂકતાં પહેલાં: કીમતી દાગીના અને રોકડ સુરક્ષિત લોકરમાં અથવા વિશ્વાસુ વ્યક્તિની દેખરેખ હેઠળ રાખો.

- વેકેશનમાં બહાર જતાં: વિશ્વાસુ પાડોશી કે સોસાયટીની જવાબદાર વ્યક્તિને જાણ કરો અને પોલીસની સૂચનાઓનું પાલન કરો.

- બજારમાં ખરીદી વખતે: પર્સ, મોબાઇલ અને દાગીના પર સતત ધ્યાન રાખો.

- આંગડિયા પેઢીમાંથી રોકડ લેતાં: શક્ય હોય ત્યાં સુધી સાથી વ્યક્તિને સાથે રાખો અને શંકાસ્પદ પીછો જણાય તો પોલીસનો સંપર્ક કરો.

- કાર પાર્ક કરતી વખતે: રોકડ, મોબાઇલ કે ખરીદીનો સામાન દેખાય તેમ ન રાખો.

- જ્વેલર્સ અને વેપારીઓ માટે: સીસીટીવી કેમેરા કાર્યરત રાખો અને શંકાસ્પદ હિલચાલની જાણ પોલીસને કરો.

- શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો: જાતે જોખમ લેવાના બદલે તાત્કાલિક પોલીસને જાણ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali security Diwali theft prevention Ahmedabad Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ