ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ તોડીને કર્યું કંઈક એવું કે વીડિયો થઈ ગયો વાઈરલ

Video / વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ તોડીને કર્યું કંઈક એવું કે વીડિયો થઈ ગયો વાઈરલ

Published By: Bhavin Rawal

Last Updated: 10:22 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈભવ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અર્ધસદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. રેકોર્ડ બનાવ્યા બાદ વૈભવે જે રીતે સેલિબ્રેશન કર્યું, તે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

ADVERTISEMENT

Vaibhav Sooryavanshi Celebration: ઝિમ્બાબ્વે સામેની T20 મેચમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાની આ જીતમાં 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીનો મહત્વનો ફાળો રહ્યો. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી મેચમાં વૈભવે માત્ર 19 બોલમાં 50 રન ફટકારીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચી દીધો.

આ સાથે વૈભવ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અર્ધસદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. રેકોર્ડ બનાવ્યા બાદ વૈભવે જે રીતે સેલિબ્રેશન કર્યું, તે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ખાસ વાત એ છે કે IPL 2026 દરમિયાન પણ વૈભવને આ જ અંદાજમાં સેલિબ્રેશન કરતા જોવા મળ્યો હતો. પરંતુ આ સેલિબ્રેશન પાછળની કહાની બહુ ઓછા લોકો જાણે છે.

15 વર્ષના વૈભવે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ઈંગ્લેન્ડ સામેની ડેબ્યૂ સિરીઝમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકનાર વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે પ્રવાસની શરૂઆત જ ધમાકેદાર અંદાજમાં કરી છે. હરારેમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં વૈભવે 263.16ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને માત્ર 19 બોલમાં 50 રન ફટકારી દીધા.

વૈભવે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ તેની ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ અર્ધસદી હતી. પરંતુ અર્ધસદી પૂરી કર્યા બાદ વૈભવનું સેલિબ્રેશન ખાસ હતું. તેણે આ સેલિબ્રેશન પોતાની માતાને સમર્પિત કર્યું.

આંગળીઓથી 'A'નું સિમ્બોલ બનાવે છે, કારણ જાણશો તો દિલ જીતી લેશે

અર્ધસદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની આંગળીઓથી 'A'નું સિમ્બોલ બનાવ્યું હતું. IPL 2026 દરમિયાન પણ તેના આ સેલિબ્રેશનની ખૂબ ચર્ચા થઈ હતી.

જ્યારે વૈભવને તેના આ ખાસ સેલિબ્રેશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તે આ સેલિબ્રેશન પોતાની માતા માટે કરે છે. વૈભવે કહ્યું હતું કે, "હું આ સેલિબ્રેશન મારી માતા માટે કરું છું, કારણ કે તેમના નામની શરૂઆત 'A'થી થાય છે."

વૈભવનું આ સેલિબ્રેશન તેની માતા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. મેદાન પર રેકોર્ડ બનાવ્યા બાદ પણ તેણે પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપ્યો છે.

સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ઝિમ્બાબ્વે સામેની અર્ધસદી સાથે વૈભવ સૂર્યવંશીએ પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવી દીધો. તે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અર્ધસદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

વૈભવે ભારતના મહાન બેટર સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 213 દિવસની ઉંમરે અર્ધસદી ફટકારી હતી. હવે વૈભવે 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે અર્ધસદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે પ્રથમ અર્ધસદી

15 વર્ષ 118 દિવસ – વૈભવ સૂર્યવંશી (ભારત) vs ઝિમ્બાબ્વે, હરારે, 2026 (T20I)

16 વર્ષ 213 દિવસ – સચિન તેંડુલકર (ભારત) vs પાકિસ્તાન, ફૈસલાબાદ, 1989 (ટેસ્ટ)

16 વર્ષ 214 દિવસ – શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) vs શ્રીલંકા, નૈરોબી, 1996 (ODI)

17 વર્ષ 39 દિવસ – મુશ્તાક મોહમ્મદ (પાકિસ્તાન) vs ભારત, કોલકાતા, 1960 (ટેસ્ટ)

17 વર્ષ 63 દિવસ – મોહમ્મદ અશરફુલ (બાંગ્લાદેશ) vs શ્રીલંકા, કોલંબો, 2001 (ટેસ્ટ)

ઈંગ્લેન્ડ પ્રવાસની નિષ્ફળતા બાદ વૈભવનો જોરદાર જવાબ

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જેના કારણે કેટલાક લોકો તેની ક્ષમતા પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા. પરંતુ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ જ મેચમાં વૈભવે શાનદાર અર્ધસદી ફટકારીને ટીકાકારોને બેટથી જવાબ આપ્યો છે.

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. એક તરફ તેણે રેકોર્ડ તોડ્યો તો બીજી તરફ અર્ધસદી બાદ માતાને સમર્પિત કરેલું તેનું સેલિબ્રેશન પણ ચર્ચામાં આવ્યું છે.

ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 ક્યારે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 સિરીઝની બીજી મેચ 25 જુલાઈએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ સિરીઝની મેચો યુનાઇટ8 સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ind vs Zim Vaibhav Suryawanshi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ