બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટ્રમ્પના નવા ટેરિફથી શેરબજારમાં ભૂકંપ, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટું ગાબડું અને 10 શેર તૂટ્યા
Last Updated: 09:54 AM, 24 July 2026
ડોનાલ્ડ ટ્રમ્પના 10% ટેરિફ બોમ્બથી જાપાનથી કોરિયા અને હોંગકોંગ સુધીના શેરબજારોમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ ટેરિફ અટેકની ભારતીય શેરબજાર પર સીધી અસર પડી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ ઓપનિંગ સાથે 770 થી વધુ પોઈન્ટ ઘટીને 75,613 પર પહોચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 200 થી વધુ પોઈન્ટ ઘટીને 23,646 પર ગગડી ગયો હતો. આ ઘટાડા વચ્ચે ઘણી મોટી કંપનીઓના શેર પત્તાની માફક તુટતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર ખુલતાની સાથે જ બીએસઇ સેન્સેક્સ ગત બંધ થયેલ 76,391ની તુલનામાં ઘટીને 75,708 પર ખુલ્યો, પછી આગળ જઇ ગગડીને 75,613 પર પહોચ્યો છે. એનએસઇ નિફ્ટીએ પણ સેન્સેક્સની ચાલની જેમ ચાલ્યો જે ગુરુવારના બંધ 23,869 ની તુલનામાં ગગડીને 23,646 પર આવી ગયો.
ADVERTISEMENT
આ 10 શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો
ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ઇન્ડિગો શેર (2.60%), ઇટરનલ શેર (2.50%) અને ભારતી એરટેલ શેર (1.60%), જે બધા BSE લાર્જ કેપ કેટેગરીમાં સૂચિબદ્ધ હતા, તેમાં ઘટાડો થયો. વધુમાં ફોનિક્સ શેર (2.20%) અને મુથૂટ ફાઇનાન્સ શેર (2%), જે બધા મિડ કેપ કેટેગરીમાં સૂચિબદ્ધ હતા, તેમાં ઘટાડો થયો. વધુમાં Nykaa શેર (1.70%) અને ગોદરેજ પ્રોપર્ટીઝ શેર (1.65%) નીચા ટ્રેડિંગમાં હતા. સ્મોલ-કેપ કેટેગરી પર નજર કરીએ તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ શેર (2.40%), IIFL શેર (2.10%) અને AMBER શેર (1.95%) નીચા ટ્રેડિંગમાં હતા.
ADVERTISEMENT
વિદેશથી નબળા સંકેતો
એ નોંધવું જોઈએ કે ભારતીય શેરબજારમાં ગભરાટના સંકેતો પહેલાથી જ વિદેશથી આવી રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના 10% ટેરિફના ડરને કારણે એશિયન શેરબજારો તૂટી પડ્યા. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 2000 પોઈન્ટથી વધુ ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 6% ના નોંધપાત્ર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ પણ લગભગ 2% ઘટ્યો. આ સિવાય ગિફ્ટ નિફ્ટીની વાત કરીઓ તો તેમાં 200 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનાના ભાવ પણ ઘટ્યા, શેરબજારમાં રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા!
ADVERTISEMENT
શેરબજાર ક્રેશનું સૌથી મોટું કારણ
શેરબજાર ક્રેશ પાછળના કારણ અંગે સૌથી મોટું કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફોડવામાં આવેલ 10% ટેરિફ બોમ્બ હતો. અમેરિકાએ 60 ટ્રેડિંગ ભાગીદારો પર 10 થી 12.5% ટેરિફની જાહેરાત કરી છે અને ભારત સહિત 17 દેશો પર 10% ટેરિફ લાદ્યો છે, જે શુક્રવારથી અમલમાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.