બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / ટ્રમ્પનો મોટો નિર્ણય, ભારત સહિત 17 દેશોના આયાતી માલ પર 10% વધારાનો ટેરિફ લાગુ

Tariff News / ટ્રમ્પનો મોટો નિર્ણય, ભારત સહિત 17 દેશોના આયાતી માલ પર 10% વધારાનો ટેરિફ લાગુ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:23 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tariff News: અમેરિકાએ ભારત સહિત 17 દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર 10% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરીને ફોર્સ્ડ લેબરથી બનાવેલા ઉત્પાદનો પર સખ્તી કરી છે. આ નિર્ણય સેક્શન 301 હેઠળ લેવામાં આવ્યો છે.

અમેરિકાએ ભારત સહિત 17 દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર 10% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરીને ફોર્સ્ડ લેબરથી બનાવેલા ઉત્પાદનો પર સખ્તી કરી છે. આ નિર્ણય સેક્શન 301 હેઠળ લેવામાં આવ્યો છે.

અમેરિકાએ ફોર્સ્ડ લેબર(બળજબરીથી મજૂરી) થી જોડાયેલા ઉત્પાદનો સામે એક મોટું પગલું ભરતા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 10% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સેક્શન 301 હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસ બાદ અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​(USTR) ના કાર્યાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા દર શુક્રવાર એટલે કે આજથી અમલમાં આવશે.

USTR અનુસાર આ કાર્યવાહી એવા દેશો સામે કરવામાં આવી રહી છે જેમણે બળજબરીથી બનાવેલા ઉત્પાદનોની આયાતને પ્રતિબંધિત કરવા માટે પૂરતા અને અસરકારક પગલાં લીધા નથી અથવા આ સંદર્ભમાં નવા નિયમો લાગુ કર્યા નથી. ભારતને 10% ના નીચલા ટેરિફ સ્લેબમાં મૂકવામાં આવ્યું છે, જ્યારે કેટલાક અન્ય દેશો પર 12.5% ​​સુધીના વધારાના ટેરિફ લાદવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ 60 વેપાર ભાગીદાર દેશોની સમીક્ષા કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ભારત પર 12.5% ​​વધારાનો ટેરિફ લગાવવામાં આવી શકે છે, પરંતુ શ્રમ ધોરણો અંગે બંને દેશો વચ્ચે સકારાત્મક ચર્ચા બાદ ભારતને 10% સ્લેબમાં મૂકવામાં આવ્યું.

VTV Digital 1

આ પણ વાંચોઃ VIDEO / વિદ્યાર્થીઓને મોડી રાત્રે PM મોદીનો મહત્વનો સંદેશ, કહ્યું - પેપર લીક પર કડક કાર્યવાહી કરવામાં આવશે

પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર 10% ટેરિફ

ભારત ઉપરાંત આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કંબોડિયા, કેનેડા, એક્વાડોર, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇન્ડોનેશિયા, જોર્ડન, મલેશિયા, મેક્સિકો, પાકિસ્તાન, શ્રીલંકા, ત્રિનિદાદ અને ટોબેગો અને યુનાઇટેડ કિંગડમને પણ 10% વધારાના ટેરિફ સમૂહમાં મૂકવામાં આવ્યા છે. અન્ય ઘણા દેશોને 12.5% ​​સુધીના વધારાના ટેરિફનો સામનો કરવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

America India Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ